દેશમાં લાઉડસ્પીકર પર ચાલી રહેલા હોબાળા વચ્ચે કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ નિવેદન આપ્યું છે. તેઓએ લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. રાશિદ અલ્વીએ કહ્યું કે જો ઝઘડાનું કારણ લાઉડ સ્પીકર હોય તો તેને દરેક જગ્યાએ બંધ કરવાની છૂટ આપવી જોઈએ.
કોંગ્રેસ નેતાએ કહ્યું, ‘છેલ્લા આઠ વર્ષથી દેશમાં લોકો વચ્ચે ઝઘડા ચાલી રહ્યા છે. લાઉડસ્પીકર પર પ્રતિબંધ મુકવો જોઈએ. જો ઝઘડાનું કારણ લાઉડસ્પીકર હોય, તો તેને દરેક જગ્યાએ બંધ કરવાની મંજૂરી આપવી જોઈએ. રાશિદ અલ્વીએ વધુમાં કહ્યું કે વિકાસનું નામ જ જીભ પર છે. આ દેશમાં નફરતનું તોફાન છે જેના માટે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ જવાબદાર છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર નવ નિર્ણાણ સેનાએ લાઉડસ્પીકર હટાવવા માટે અલ્ટીમેટલ આપતાં આ વિવાદ હવે દેશમાં ફેલાઇ ગયો છે, અને જેના લીધે સમાજમાં પરિસ્થિતિ વધુ તંગદિલી જોવા મળી રહી છે,જેના લીધે હાલ દેશમાં લાઉડસ્પીકરનો મુદ્દો વધુ ગરમાયો છે.
