- હિન્દુ યુવતી સાથે મંદિરમાં લગ્ન કર્યા
- પોતાના ભાઈ અને મૌલાના સાથે કરાવ્યો રેપ
- 6 મહિના સુધી યુવતીને બંધક બનાવી
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં લવ જેહાદનો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં મુસ્લિમ યુવકે પોતાનો ધર્મ છુપાવીને હિન્દુ યુવતી સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા. ત્યાર બાદ પોતાના બે ભાઈ અને મૌલાના પાસે રેપ કરાવ્યો અને બે વખત ગર્ભપાત કરવ્યોનો યુવતીનો આરોપ છે. છ મહિના સુધી બંધક બનાવીને જાનવરો જેવું વર્તન કરતા રહ્યા. પીડિતાની ફરિયાદ બાદ પોલીસે આરોપીઓ પર કેસ ફાઈલ કર્યો છે. આરોપી ઈમરાન ખાન છે, જેને પોતાની ઓળખ રાજુ તરીકે આપી હતી અને લગ્ન કર્યા હતા.
આ મામલે તંત્રએ કાર્યવાહી કરીને આરોપીનો ડબરા સ્થિત મકાનનો ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યો છે. 22 વર્ષની પીડિતા ડબરા જંગીપુરાની રહેવાસી છે. તેને પોલીસને જણાવ્યું કે આરોપી વર્ષ 2021માં તેને એક કાર્યક્રમમાં મળ્યો હતો. તેને પોતાનું નામ રાજુ જાટવ જણાવ્યું હતું.
અમારા વચ્ચે પહેલા મિત્રતા થઈ હતી. ત્યાર બાદ ગ્વાલિયરથી ઈમરાન તેને ગાડીમાં ડબરા ફરવા લઈ ગયો. જ્યાં કોલ્ડડ્રિંકમાં નશીલો પદાર્થ નાખીને તેની સાથે રેપ કર્યો. તે ગર્ભવતી થઈ ગઈ તો પીડિતાએ પોતાની મમ્મી સુગ્ગાબાઈ સાથે મુલાકાત કરાવી. તેની માતાએ બદનામીનું જણાવીને મારો ગર્ભપાત કરાવ્યો હતો. તેવું યુવતીએ જણાવ્યું હતું. ત્યારે હાલ તો પોલીસે યુવતીની ફરિયાદના સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં નહીં જોડાય, જાણો ઓફરને નકારવાનું કારણ?

