ભાગલપુરના સુલતાનગંજમાં આશરે રૂ. 1,710 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો પુલ મામૂલી તોફાન પણ ટકી ન શક્યો અને નીચે પડી ગયો. શુક્રવારે સ્વાગત પુલ ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી, પરંતુ સરકારી તિજોરીને કરોડોનું નુકસાન થયું છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, પુલનું માળખું તૂટી પડવાથી ઘણા લોકોના જીવ બચી ગયા હતા. સુલતાનગંજના ધારાસભ્ય પ્રો. લલિત નારાયણ મંડલનું કહેવું છે કે મુખ્યમંત્રીને જાણ કરવામાં આવી છે. આ મામલે તપાસ કરવામાં આવશે.
JDU ધારાસભ્યએ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો
જેડીયુના ધારાસભ્ય પ્રો. લલિત નારાયણ મંડળે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. તેમનું કહેવું છે કે બ્રિજ બનાવવા માટે હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બ્રિજ બનાવવામાં ઘણો ભ્રષ્ટાચાર થયો છે. આ કારણે, પુલનું માળખું નાના તોફાનને પણ ટકી શક્યું ન હતું અને તૂટી પડ્યું હતું, એમ તેમણે જણાવ્યું હતું. ધારાસભ્યનું કહેવું છે કે તેમણે સંબંધિત અધિકારીઓને ગુણવત્તાયુક્ત કામ કરાવવા સૂચના આપી હતી.
Bihar | Portion of under-construction bridge collapses due to thunderstorm in Sultanganj in Bhagalpur dist last night
We've informed the CM & investigation will be initiated. It seems degraded quality of material was used for construction: Sultanganj JDU MLA Lalit Narayan Mandal pic.twitter.com/B1vKvINNBU
— ANI (@ANI) April 30, 2022
MLAએ કહ્યું- તપાસ થશે
સુલતાનગંજના ધારાસભ્ય પ્રો. લલિત નારાયણ મંડળે ઘટનાની તપાસની માંગ કરી છે. તેમનું કહેવું છે કે આ અંગે સીએમ નીતિશ કુમારને જાણ કરવામાં આવી છે. તેની તપાસ કરવામાં આવશે. તેમનું કહેવું છે કે બ્રિજના નિર્માણ દરમિયાન ગરબડના કારણે બ્રિજ તૂટી પડ્યો હતો.
આ પણ વાંચો:‘જે લોકો હિન્દી નથી બોલતા તેમનું દેશમાં કોઈ સ્થાન નથી’, યુપીના મંત્રી સંજય નિષાદનું નિવેદન
