Not Set/ દેશમાં સતત બીજા દિવસે પણ કોરોનાના કેસમાં 40 ટકાનો ઉછાળો,એક જ દિવસમાં કોરોના નવા 7240 કેસ

દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી કોરોનાના નવા કેસોની સંખ્યામાં 40 ટકાનો વધારો થઈ રહ્યો છે.

Top Stories India

દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી કોરોનાના નવા કેસોની સંખ્યામાં 40 ટકાનો વધારો થઈ રહ્યો છે. જ્યાં ગઈ કાલે 5233 નવા કેસ નોંધાયા હતા ત્યાં આજે 7240 નવા કેસ નોંધાયા છે.છેલ્લા 24 કલાકમાં દેશમાં 7240 નવા કેસ નોંધાયા છે, જે બાદ સક્રિય કેસની સંખ્યા વધીને 32 હજાર 490 થઈ ગઈ છે.

 

 

મહારાષ્ટ્રમાં બુધવારે કોરોના વાયરસના ચેપના 2,710 નવા કેસ નોંધાયા હતા, જે લગભગ ચાર મહિનામાં સૌથી વધુ દૈનિક કેસ છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે ચેપની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા હવે દસ હજારની નજીક પહોંચી ગઈ છે, જોકે રોગચાળાને કારણે અન્ય કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી.

ઉલ્લેખનીય છે કે દેશમાં માર્ચ બાદ સર્વાધિક કોરોનાના નવા કેસ સામે આવ્યા છે, જે ચિંતાજનક બાબત છે, કોરોના માટે ફરીથી ગાઇડલાઇનનનું પાલન કરવાના તંત્ર દ્રારા નિર્દેશ આપવામાં આવ્યા છે.