ગોંડલ/ મહિલાનાં ગર્ભાશયમાં હતી બે કિલોની ગાંઠ : શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલમાં થયું સફળ ઓપરેશન

આવા તમામ પ્રકારના ઓપરેશન મા યોજના તથા આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત દર્દીઓને તદ્દન મફતમાં સારવાર કરી દેવામાં આવે છે.

Gujarat Others
ગોંડલ

એક તરફ મહિલઓને થતા રોગમાં વધારો થઇ રહ્યો છે તો બીજી તરફ આ રોગોની સારવાર પણ શક્ય  બની છે. ગોંડલની સેવાકીય ક્ષેત્રે અગ્રેસર શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલ ખાતે એક મહિલાનાં ગર્ભાશયમાં રહેલ 2 કિલો જેવી ગાંઠનું સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું છે. આ અંગે શ્રીરામ હોસ્પિટલના ગાયનેક અને ગોલ્ડ મેડાલિસ્ટ એવા ડોક્ટર ચિરાગ ઠુંમર એ જણાવ્યું હતું કે, એક મહિલાના ગર્ભાશયમાં રહેલ 2 કિલો જેવી ગાંઠ હતી જે મહિલા દર્દીને પોતાની પીડાથી સહન નહોતી થતી. આથી ઓપરેશન કરીને તેને દર્દમુક્ત કરવામાં આવી છે.

ગોંડલ

આયુષ્માન ભારત યોજના અંતર્ગત ચાલતા સ્ત્રીરોગ વિભાગમાં તાજેતરમાં જ એક ખૂબ જ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે આ ઉપરાંત અનેક વિભાગોમાં પણ દર્દીઓને રાહત દરે તેમજ જરૂરિયાતમંદોને વિનામૂલ્યે ઓપરેશનો અત્રેની શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલ ખાતે વિવિધ વિભાગોમાં થઈ રહ્યા છે. વધુ વિગત અનુસાર શ્રીરામ હોસ્પિટલના ગાયનેક વિભાગનો સંપર્ક કરતા તેઓએ આ મહિલાના શરીરમાંથી આશરે બે કિલોની ગર્ભાશયમાં રહેલી ગાંઠને ખુબ જ નિપુણતાથી બહાર કાઢી અને તે મહિલા દર્દીને પોતાની પીડાથી રાહત આપી અને એક નવું જ જીવનદાન આપ્યું છે. અગાઉ પણ ગોલ્ડ મેડાલિસ્ટ એવા ડોક્ટર ચિરાગ ઠુંમર દ્વારા કોઈપણ જાતના ટાંકા લીધા વગર મહિલાના શરીરમાં રહેલી ગર્ભાશયની કોથળીની 18 જેટલી ગાંઠોને બહાર કાઢી હતી. આ તમામ પ્રકારના ઓપરેશન ડોક્ટર ચિરાગ ઠુંમર દ્વારા મા યોજના તથા આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત દર્દીઓને તદ્દન મફતમાં સારવાર કરી દેવામાં આવે છે.

આ પણ વાંચો : ઉદયપુર હત્યાકાંડ મામલે પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે આપી પ્રતિક્રિયા,જાણો શું કહ્યું…