OMG!/ 20 રૂપિયાની ચા માટે 70 રૂપિયા શા માટે ચૂકવવા પડ્યા? જાણો રેલ્વેના નિયમો

આ દિવસોમાં IRCTC દ્વારા જારી કરાયેલ એક બિલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે, જેમાં એક યાત્રીએ એક કપ ચા માટે 70 રૂપિયા ચૂકવવા પડ્યા હતા.

India

હાલમાં સોશિયલ મીડિયામાં રેલવેમાં પીધેલી ચાનું એક બિલ ખૂબ વાઇરલ થઈ રહ્યું છે. જેમાં એક યાત્રી એક ચા માટે 70 રૂપિયા ચૂકવવા પડ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા બિલ પર લખેલી વિગતો અનુસાર, 28 જૂન, 2022ના રોજ એક મુસાફર ભોપાલ શતાબ્દીમાં મુસાફરી કરી રહ્યો હતો અને તેણે ટ્રેનમાં ચાનો ઓર્ડર આપ્યો હતો. ચાની વાસ્તવિક કિંમત 20 રૂપિયા હતી પરંતુ તેના પર 50 રૂપિયાનો વધારાનો સર્વિસ ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. મુસાફરે ચાની કુલ કિંમત કરતાં અઢી ગણી સર્વિસ ચાર્જ ચૂકવવો પડતો હતો. બિલનો ફોટો વાયરલ થયા બાદ લોકો વિવિધ સવાલો પૂછી રહ્યા છે કે 20 રૂપિયાની ચા પર 50 રૂપિયાનો સર્વિસ ચાર્જ કેવી રીતે વસૂલવામાં આવે.

જો ટિકિટ બુક કરાવતી વખતે ફૂડ બુક ન કરાવ્યું હોય તો તમારે વધારાના પૈસા ચૂકવવા પડશે.
તમને જણાવી દઈએ કે રાજધાની, શતાબ્દી અને દુરંતો જેવી પ્રીમિયમ ટ્રેનોમાં મુસાફરી માટે ટિકિટ બુક કરતી વખતે ફૂડ બુક કરવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે, જેના માટે ભાડા ઉપરાંત અલગથી પૈસા લેવામાં આવે છે. રેલ્વે નિયમો અનુસાર, જો તમે આ ટ્રેનોમાં ટિકિટ બુક કરાવતી વખતે ફૂડ બુક નથી કરાવતા અને ટ્રેનમાં મુસાફરી દરમિયાન ફૂડ ઓર્ડર કરો છો, તો તમારે દરેક ઓર્ડર માટે 50 રૂપિયા વધારાના ચૂકવવા પડશે.

Provision Of Optional Catering On Raj.shatduronto Dtd 27.06.18

રેલવે મંત્રાલયે 2018માં વધારાના ચાર્જ અંગે પરિપત્ર બહાર પાડ્યો હતો
વર્ષ 2018 માં, રેલ્વે મંત્રાલય દ્વારા જારી કરાયેલ એક પરિપત્રમાં આ વિષય પર માહિતી આપવામાં આવી હતી. સર્ક્યુલરમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે જો કોઈ મુસાફર રાજધાની, શતાબ્દી અથવા દુરંતો એક્સપ્રેસમાં ટિકિટ બુક કરાવતી વખતે ફૂડ બુક ન કરાવે અને મુસાફરી દરમિયાન ખાવાનું ખરીદે તો તેણે દરેક ઓર્ડર માટે 50 રૂપિયા વધુ ચૂકવવા પડશે. રેલવેએ તેમના સર્ક્યુલરમાં એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જો તેમની ટ્રેન કોઈપણ કારણોસર મોડી પડે છે તો પણ તેમને દરેક ઓર્ડર માટે 50 રૂપિયા વધુ ચૂકવવા પડશે.

ચાના બિલ પર IRCTCનું શું કહેવું છે?
ચાના બિલ પર ઉઠેલા હોબાળા પર, IRCTC અધિકારીએ કહ્યું કે તેઓ ટ્રેનમાં પીરસવામાં આવતા ભોજનની કિંમત અંગે રેલવે બોર્ડના નિયમો અને આદેશોનું પાલન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે IRCTCએ નિયમો અનુસાર પેસેન્જર પાસેથી ચાના કપ માટે 70 રૂપિયા વસૂલ્યા હતા.

રથયાત્રા / માચીસ, ચોક અથવા રેતીથી અનોખા રથ બનાવીને ભક્તોએ પોતાની ભક્તિ દર્શાવી