અમેરિકામાં સતત બીજા દિવસે ફાયરિંગની ઘટના સામે આવી છે. ઇન્ડિયાના ગોળીબારમાં 3 લોકોના મોત થયા હતા. હુમલાખોરોએ 10 લોકોને ગોળી મારી હતી. આ ઘટના બ્રેનિયાના ગેરીની છે. અહીં બ્લોક પાર્ટીમાં આ ઘટના બની હતી.અમેરિકામાં ગોળીબાર કંઈ નવી વાત નથી. એક દિવસ પહેલા સોમવારે શિકાગોમાં સ્વતંત્રતા દિવસ પર થયેલા ગોળીબારે બધાને ચોંકાવી દીધા હતા. ફ્રીડમ પરેડમાંથી બહાર નીકળતી વખતે અચાનક ગોળીબાર કરવામાં આવ્યો. પરેડમાં ફાયરિંગ બાદ અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં 6 લોકોના મોત થયા હતા. જ્યારે 24 લોકો ઘાયલ થયા છે. હુમલાખોરે છત પરથી ગોળીઓ ચલાવી હતી. હુમલાખોરને પકડી લેવામાં આવ્યો હતો. તેમની ઉંમર 22 વર્ષની હતી.
ફાયરિંગ કરનાર આરોપીની ઓળખ રોબર્ટ “બોબી” ઈ ક્રિમો તરીકે થઈ હતી. ઘટનાના લગભગ બે કલાક બાદ પોલીસે તેને પકડી લીધો હતો. પોલીસે આરોપી શૂટરની તસવીર પણ જાહેર કરી છે. તે કદમાં એકદમ નાનો છે. તેના લાંબા વાળ છે અને તેના શરીર પર ઘણા ટેટૂ પણ છે. હુમલાના દિવસે તેણે સફેદ-વાદળી ટી-શર્ટ પહેરી હતી.
