રાજ્યમાં આજે કોરોનાના નવા 842 કેસ
આજે કોરોનાના 598 દર્દી ડિસ્ચાર્જ
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 5714
અમદાવાદમાં કોરોનાના સૌથી વધારે કેસ
અમદાવાદમાં કોરોનાના 250 કેસ
વડોદરામાં કોરોનાના 86 કેસ
સુરતમાં કોરોનાના 80 કેસ
રાજકોટમાં કોરોનાના 34 કેસ
ગાંધીનગરમાં કોરોનાના 61 કેસ
રાજયમાં કોરોનાના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના નવા 842 કેસ નોંધાયા છે. જયારે 598 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યાછે. જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો આંકડો 5714એ પહોંચ્યો છે. કોરોનાણો રિકવરી રેટ 98.66 ટકા થયો છે. અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ જોવા મળ્યા છે. વર્તમાન સમયમાં અમદાવાદમાં 265 કેસ છે. જ્યારે વડોદરામાં 86 કેસ, સુરતમાં 80 કેસ, રાજકોટમાં 34 કેસ અને ગાંધીનગરમાં કોરોનાના 61 કેસ નોંધાયા છે.
કોરોનાના કેસ વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપી સેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે.
અમદાવાદ પછી સુરતમાં પણ કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્રમણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે. નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ, ઓપીડી અને સારવારના સાધનો સહિત જરૂરી વ્યવસ્થાઓ સાથે તેને પણ એક્ટિવ કરી દેવામાં આવી છે.
