ક્રાઈમ/ બોટાદ લઠ્ઠાકાંડમાં એક ઈસમની ધરપકડ કરતી સાવલી પોલીસ

અંગ જડતીમાં બે મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ.21980નો મુદ્દામાલ સાથે ઝડપી પાડીને બોટાદ પોલીસને સોંપી દેવામાં આવ્યો છે.

Top Stories Gujarat Others
સાવલી

રાજ્યમાં સૌથી વધુ ચર્ચિત બનેલા બોટાદ લઠ્ઠાકાંડમાં પોલીસે હવે કમર કસી છે અને આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. ત્યારે સાવલી પોલીસે બાતમીના આધારે બોટાદ જિલ્લાનાં બરવાળા પોલીસ સ્ટેશનની હદમાં કેમિકલ મિશ્રિત દારૂ અને કેમિકલના સેવનના કારણે 55થી વધુ વ્યક્તિનાના મોત નીપજવાના પ્રકરણમાં ગુનામાં સામેલ ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. સાવલી દારૂ

વધુ વિગત અનુસાર સાવલીના પરથમ પુરા ગામે પુરા પોતાના સગાને ત્યાં ઓટલા પર બેસેલ જટુભા લાલુભા રાઠોડ રહે રાનપુરી તા. બરવાળા જી. બોટાદ ઝેરી કેમિકલ મિશ્રિત દારૂનાં ગુનામાં પ્રથમથી જ આરોપી છે જેને સાવલી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. અંગ જડતીમાં બે મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ.21980નો મુદ્દામાલ સાથે ઝડપી પાડીને બોટાદ પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. સાવલી પીએસઆઇ એ ગુપ્ત માહિતીના આધારે ટેકનિકલ સર્વેલંશના આધારે ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે એમ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છંતા પણ રાજ્યમાં દારૂની રેલમછેલ જોવા મળે છે, પોલીસતંત્રની રહેમનજરે ખુલ્લેઆમ દારૂ વેચાય છે,રાજ્યમાં ફરી એખવાર લઠ્ઠાકાંડ સર્જાયો છે. બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી અત્યાર સુધીમાં 55 લોકોનાં મોત તેમજ અન્યની હાલત ગંભીર થઈ હોવાની  ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ એક્શનમાં આવી છે. કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરાયા છે. આ ચકચારી બનાવને પગલે દારૂ બનાવનાર અને દારૂ વેચનારની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. જો કે આ સમગ્ર ઘટનાને પગલે ડીવાયએસપીની અધ્યક્ષતામાં સીટની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે.

આ પણ વાંચો : બોટાદમાં દારૂ બનાવવામાં મિથનોલનો ઉપયોગ! લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 24ના મોત…