લઠ્ઠાકાંડ/ રાજ્યમાં ‘દારૂબંધી’નો કડક અમલ, હજારો લીટર દેશી-વિલાયતી દારૂ કબ્જે, 1621 બુટલેગરો પકડ્યા

સરકારે દારૂબંધીનો અમલ કરાવવા સૂચના આપતાં જ રાજ્યભરની પોલીસ ગણતરીના કલાકમાં જ એક્શનમાં આવી હતી અને દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવાનું શરું કર્યું હતું.

Top Stories Gujarat Others

ઘોડા છૂટયા બાદ તબેલાને તાળાં મારવા નીકળેલી સરકારે બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ રાજ્યમાં દારૂબંધીના કડક અમલીકરણ માટે સૂચના આપી છે. અને રાજ્યની પોલીસ પણ દારૂના બુટલેગરોને ઝડપી પાડવા માટે સજ્જ બની છે. રાતોરાત હજારો લિટર દારૂ અને મોટી સંખ્યામાં બુટલેગરોને ઝડપી પાડ્યા છે. જેને લઈ દારૂનો ધંધો કરનારા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે અને દારૂ પીનારા લોકો આમતેમ ફાંફા મારતા થઈ ગયા છે.

સરકારે દારૂબંધીનો અમલ કરાવવા સૂચના આપતાં જ રાજ્યભરની પોલીસ ગણતરીના કલાકમાં જ એક્શનમાં આવી હતી અને દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવાનું શરું કર્યું હતું. છેલ્લા ત્રણ દિવસના સમયગાળામાંજ પોલીસે લગભગ 2771 કરતાં વધુ જગ્યાઓ ઉપર રૅડ કરી, 2355 થી વધુ લોકો સામે ગુના નોંધી 1621 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે રૂ. 63.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરવાની સાથે સાથે 33475 લિટર દેશી – વિદેશી દારૂ પકડી પાડ્યો હતો.

ત્રણ દિવસમાં રાજ્યના લગભગ તમામ જિલ્લામાં 2771 જેટલા સ્થળે દરોડા પાડી 33475 લિટર જેટલો દેશી – વિદેશી દારૂ જપ્ત કર્યો છે.
સરકારે આદેશ કરતાજ પોલીસે દારૂબંધી નો અમલ કરાવવાનું શરૂ કરી દીધું હતું અને દેશી દારૂ અને ઈંગ્લીશ દારૂના ધંધા બંધ કરાવ્યા હતા. આમ,ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો અમલ કરાવતા બુટલેગરો અને દારૂ પીવાવાળા વર્ગમાં ભારે દોડધામ મચી ગઇ હતી.

ઉલેખનીય છે કે, બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 55 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે તો 80 વધુ લોકો હોસ્પીટલમાં સારવાર હેઠળ છે.

Epidemic / મંકીપોક્સએ યુરોપ અને અમેરિકામાં મચાવી પાયમાલી, નોધાયા વિશ્વના 95 ટકા કેસ