આજે સમગ્ર દેશ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ઠેર ઠરેલોકો દેશ ભક્તિમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. ત્યારે આવામાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ અરવલ્લીમાં ધ્વજ લહેરાવીને 15 ઓગસ્ટની ઉજવણી કરી હતી. આ પહેલીવાર છે જયારે અરવલ્લીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જણાવીએ કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અરવલ્લીના મોડાસામાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. જ્યાં તેઓ ઓરેન્જ કલરની પાઘડી પહેરીને દેશભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા. સાથે અહીંયા હેલિકોપ્ટરથી રાષ્ટ્રધ્વજ પર પુષ્પવર્ષા પણ કરાઈ.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અહીં તેમના સંબોધનમાં કહ્યું, તમામ નાગરિકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા. ભારતને વિદેશી શાસનમાંથી મુક્ત કરાવીને વીર શહીદોને યાદ કરવાનો આજે દિવસ છે. ગુજરાત માટે ગર્વની વાત છે કે આઝાદીનુ નેતૃત્વ ગુજરાતના બે સપૂત ગાંધીજી અને સરદાર પટેલે લીધુ હતું. ગુજરાત માટે ગર્વની વાત છે કે આઝાદીનુ નેતૃત્વ ગુજરાતના બે સપૂત ગાંધીજી અને સરદાર પટેલે લીધુ હતું. આઝાદીની લડાઈ 90 વર્ષ ચાલી. અનેક લડવૈયાઓએ અંગ્રેજ હકુમતમાં ગાબડા પાડ્યા હતા.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ‘ગુજરાતમાં 4.5 લાખ લોકોને ડિજિટલ હેલ્થકાર્ડ અપાયા છે. ઉર્જા ઉત્પાદન ક્ષમતામાં 16 ગણો વધારો કરાયો છે. આજે અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીનો સમાવેશ કરાયો. ગુજરાત દરેક ક્ષેત્રમાં આજે આગળ વધી રહ્યું છે. નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં વિકાસની ગતિ વધી,છેવાડાના વિસ્તારોમાં પાણી પહોંચતુ થયું, ગુજરાત પ્રાકૃતિક ખેતીનું કેન્દ્ર બની રહ્યું છે.’
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, ‘આપણા માટે ગૌરવની વાત છે કે દેશની આઝાદીનું બીડું ગુજરાતનાં સરદાર સાહેબ અને મહાત્મા ગાંધીએ ઝડપ્યુ હતું. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે લીધેલા વિકાસના સંકલ્પોને અમે આગળ વધારી રહ્યાં છીએ. સરદાર સાહેબે ભારતને એક કર્યુ, સરકારે દરેક વર્ગના લોકોની ચિંતા કરી છે, આરોગ્ય-શિક્ષણ ક્ષેત્રે ગુજરાત આગળ વધ્યું છે.’
આ પણ વાંચો:૯.૩૮ લાખ કર્મચારીઓ-પેન્શનર્સને મળશે મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો
આ પણ વાંચો:અંકલેશ્વર સરગમ હોસ્પિટલમાં મહિલાના મોત થતા હોબાળો, પરિવારજનોએ લગાવ્યા આ આક્ષેપ
