મંગળવારે શોપિયાંમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન ચાલી રહેલા એન્કાઉન્ટરમાં તેણે બે આતંકીઓને ઠાર કર્યા હતા. કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા બંને આતંકવાદીઓ લશ્કર (LeT)ના સભ્યો છે જે ઘાટીમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવા માંગતા હતા.
આ એન્કાઉન્ટર જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં ત્યારે શરૂ થયું, જ્યારે સુરક્ષા દળો ગુપ્ત માહિતીના આધારે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા, ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી અને વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધો. ઘટનાસ્થળે હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે. અમે આ મામલે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ.
#ShopianEncounterUpdate: 01 more #terrorist killed (Total 02). Both the killed #terrorists were affiliated with proscribed #terror outfit LeT. Search going on. Further details shall follow.@JmuKmrPolice https://t.co/8br5hipvHT
— Kashmir Zone Police (@KashmirPolice) August 30, 2022
આ પણ વાંચો: ગેરકાયદેસર ઢોરવાડા તોડવાથી રખડતા ઢોરની સમસ્યાથી છૂટકારો મળશે ?
