Case/ PM મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામે અમેરિકામાં કેસ દાખલ,સમન્સ જારી કરવામાં આવ્યો

રિચમન્ડ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. લોકેશ વયુરુએ વડાપ્રધાન મોદી, રેડ્ડી અને અદાણી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ મામલામાં ‘વર્લ્ડ ઈકોનોમિક ફોરમ’ના પ્રમુખ અને સંસ્થાપક પ્રોફેસર ક્લાઉસ શ્વાબનું નામ પણ સામેલ છે.

Top Stories India

ભારતીય મૂળના અમેરિકા ડોકટરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાયએસ જગનમોહન રેડ્ડી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ ભ્રષ્ટાચાર, પેગાસસ સ્પાયવેરના ઉપયોગ અને અન્ય મુદ્દાઓ સામે કેસ દાખલ કર્યો છે. કોલંબિયાની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટે આ તમામ લોકોને સમન્સ જારી કર્યા છે. ન્યૂયોર્કના જાણીતા ભારતીય-અમેરિકન એટર્ની રવિ બત્રાએ આ મામલાને નિર્થક ગણાવ્યો છે. .

રિચમન્ડ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. લોકેશ વયુરુએ વડાપ્રધાન મોદી, રેડ્ડી અને અદાણી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ મામલામાં ‘વર્લ્ડ ઈકોનોમિક ફોરમ’ના પ્રમુખ અને સંસ્થાપક પ્રોફેસર ક્લાઉસ શ્વાબનું નામ પણ સામેલ છે. આંધ્ર પ્રદેશના વતની આ ડૉક્ટરે આરોપ મૂક્યો છે કે વડા પ્રધાન મોદી, રેડ્ડી, અદાણી અને અન્ય ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે, જેમાં યુએસમાં મોટા પાયે રોકડ ટ્રાન્સફર અને રાજકીય વિરોધીઓ સામે જાસૂસી સોફ્ટવેર પેગાસસનો ઉપયોગ સામેલ છે.