Cricket/ પાકિસ્તાની ચાહકોએ જીત બાદ સ્ટેડિયમમાં કર્યો હંગામો,ઉશ્કેરાયેલા અફઘાનોએ ખુરશીઓ વડે માર માર્યો,વીડિયો વાયરલ

આ મેચ દરમિયાન પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ક્રિકેટ પ્રેમીઓ વચ્ચે સ્ટેડિયમમાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. જેનો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યાે છે.

Top Stories Sports

એશિયા કપમાં ગઇકાલે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સુપર-4ની મેચ હતી જેમા અફઘાનિસ્તાને પાકિસ્તાનને જીતવા માટે 130 રનનો ટાર્ગેટ આપ્યો હતો,રન ચેઝ કરવામાં પાકિસ્તાનને રીતસરના ફાંફાં પડિ ગયા હતા અને મેચ રોમાંચક તબક્કામાં પહોંચી ગઇ હતી, છેલ્લી ઓવર સુધી મેચ પહોંચી  હતી, પાકિસ્તાનની ટીમે છેલ્લી ઓવરમાં સતત બે સિક્સર ફટકારીને મેચ જીતી લીધી હતી. આ મેચ દરમિયાન પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ક્રિકેટ પ્રેમીઓ વચ્ચે સ્ટેડિયમમાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. જેનો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યાે છે.

રિપોર્ટ્સ અનુસાર મેચ જીત્યા બાદ પાકિસ્તાની ચાહકોએ સ્ટેડિયમની બહાર હંગામો મચાવ્યો હતો. તેમણે અફઘાન ચાહકો પર હુમલો કર્યો. આ પછી ગુસ્સે ભરાયેલા અફઘાન ચાહકોએ હંગામો મચાવ્યો અને પાકિસ્તાની ક્રિકેટ ચાહકોને ખુરશીઓ વડે માર માર્યો.શાહજાહના સ્ટેડિયમમાં જ અફઘાન પ્રશંસકોએ ખુરશીઓ તોડવાનું શરૂ કરી દીધું હતું. તેણે ખુરશીઓ ઉખેડી નાખી અને ખુશ પાકિસ્તાની ચાહકો પર ફેંકી દીધી. આ સમગ્ર મામલો કેમેરામાં કેદ થયો હતો. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે હંગામો કરી રહેલા પ્રશંસકોના હાથમાં અફઘાનનો ધ્વજ છે. તેણે કપડાં અને શરીર પર પણ દેશનો ધ્વજ બનાવ્યો છે. તે જે અન્ય ખુરશીઓ ફેંકી રહ્યો છે, તેની પાસે ભીડમાં પાકિસ્તાની ઝંડો દેખાય છે. એટલે કે સ્પષ્ટ છે કે હાર બાદ અફઘાન ચાહકોએ નિશાન સાધતા ખુરશીઓ ફેંકી હતી. વીડિયોમાં અફઘાન ચાહકો પણ પાકિસ્તાનીઓને ખુરશીઓ વડે મારતા જોવા મળે છે.