સામુહિક રજા/ ગુજરાત સરકારના વિવિધ કર્મચારીઓ આજે સામુહિક રજા ઉપર, સરકારી કામગીરીને અસર

છેલ્લા કેટલાય સમયથી તેમની પડતર માંગણીઓ લઇ કર્મચારીઓ દ્વારા આંદોલન ચાલવામાં આવી રહ્યા છે. પરનું કોઈ જ નિવેડો નહી આવતા કર્મચારીઓ દ્વારા માસ CL નો રસ્તો અપનાવવામાં આવ્યો છે. 

Top Stories Gujarat Others Breaking News
  • જુના સચિવાલય માં હજારો કર્મચારીઓની રેલી કાઢી એકઠા થયા છે. 

ગુજરાત રાજ્ય સરકારના કર્મચારી મંડળ દ્વારા  આજરોજ તા. 17 સપ્ટેમ્બરના રોજ માસ CL નું આયોજન કરવામાં અવ્યુ છે. ગુજરાત સરકારના વિવિધ કર્મચારીઓ આજ રોજ સામુહિક રીતે માસ CL પર ઉત્રવનું નક્કી કર્યું છે. છેલ્લા કેટલાય સમયથી તેમની પડતર માંગણીઓ લઇ કર્મચારીઓ દ્વારા આંદોલન ચાલવામાં આવી રહ્યા છે. પરનું કોઈ જ નિવેડો નહી આવતા કર્મચારીઓ  દ્વારા માસ CL નો રસ્તો અપનાવવામાં આવ્યો છે.

પ્રાપ્ત વગતો અનુસાર અમદાવાદમાં આજે મોટાભાગના શિક્ષકો CL પર ઉતર્યા છે. જયારે ભાવનગર ખાતે  90% શિક્ષકો માસ CL પર ઉતર્યા છે. અમદાવાદ જિલ્લા પંચાયત ના તમામ સંવર્ગ કર્મચારીઓ માસ CL પર છે તો અમદાવાદ CP ઓફિસમાં પોલીસ સિવાય તમામ વહીવટી સ્ટાફ માસ CL પર ઉતર્યો છે.  ભરૂચ જિલ્લા પંચાયત સહિતના કર્મી આજે માસ CL પર ઉતર્યા છે.

સાબરકાંઠામાં જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ માસ સીએલ પર જવાનો કાર્યક્રમ યથાવત રાખ્યો છે. આજે શિક્ષકો એક દિવસ માસ સીએલ પર ઉતરશે તેમજ પોતાના કામથી અડગા રહેશે. જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખે કહ્યુ કે સરકાર સામેની હડતાળ જારી રાખવા નિર્ણય લેવાયો હતો. સરકારના નિર્ણયની જાહેરાત બાદ પણ શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે આજે મોટાભાગની શાળાઓ બંધ રહી હતી.

રાજકોટ ખાતે પણ વિવિધ કર્મચારી મંડળો જેમ કે શિક્ષકો, જિલ્લા પંચાયત સંવર્ગ કર્મચારી અને વન્ય કર્મીઓ  માસ CL માં જોડાયા હતા.

મહેસાણા ખાતે પણ  કર્મચારીઓ માસ સી.એલ.પર ઉતર્યા હતા. 

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પગાર સહિતની જુદી જુદી માગણીના મુદ્દે સરકારી કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચડાવીને આંદોલન શરૂ કર્યું છે. આંગણવાડીના 1172, આરોગ્યના 602 અને વન વિભાગના 200 મળીને કુલ 1974 સરકારી કર્મચારી હડતાળ પર છે. આ કારણથી આરોગ્ય, પ્રાથમિક શિક્ષણ અને વન વિસ્તારની કામગીરીને અસર થઈ રહી છે.

અત્રે નોધનીય છે કે રાજ્યની સરકારી પ્રાથમિક સ્કૂલોના 2 લાખ શિક્ષકો અને અન્ય કર્મચારીઓ જૂની પેન્શન યોજના, 4200 ગ્રેડ પે તથા સાતમા પગાર પંચ સહિતના મુદ્દાને લઈને સરકાર સામે આંદોલન કરી રહ્યાં છે. રાજ્યના સરકારી પ્રાથમિક સ્કૂલોના શિક્ષકો પડતર પ્રશ્નોને લઈને અનેક વખત રજુઆત કરી ચુક્યા છે. પરંતુ હજુ સુધી કોઈ નિવારણ ના આવતા હવે શિક્ષકો અને કર્મચારીઓ 17 સપ્ટેમ્બરે એક સાથે માસ સીએલ પર ઉતરવાનો નિર્ણય કર્યો હતો. સાથે જ ગુજરાતમાં સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના તેમજ સાતમાં પગાર પંચ અને અન્ય ઘણી પડતર માગણીઓ સાથે આંદોલનના રસ્તે હતા.

 જો કે આ કાર્યક્રમ ને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલાક જીલ્લામાં કર્મચારીઓ રજા પર ઉતર્યા છે. અનેક જીલ્લામાં પોતાની કામગીરીમાં જોડાએલ છે.

મેઘરાજાનો આક્રમક મિજાજ/ વલસાડમાં જીમ જવા નીકળેલી બે મહિલાઓની કાર પાણીમાં તણાઈ