ઉત્તરાખંડના પૌડીમાં મંગળવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. લાલધાંગથી કારા તલ્લા જઈ રહેલી જાનૈયા ભરેલી બસ બેકાબૂ થઈને ખાડામાં પડી ગઈ હતી. આ અકસ્માત બિરોનખાલના સીએમડી બેન્ડ પાસે થયો હતો. બસમાં 40થી વધુ જાનૈયાઓ સવાર હોવાના અહેવાલ છે. અકસ્માતમાં 6 જાનૈયાઓના મૃતદેહ ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસથી લઈને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
उत्तराखंड: पौड़ी गढ़वाल ज़िले के सिमड़ी गांव के पास करीब 45 से 50 लोगों को लेकर जा रही एक बस खाई में गिर गई। पुलिस मौके पर मौजूद है। अधिक जानकारी की प्रतिक्षा है। pic.twitter.com/0H5nhEmiqy
— ANI_HindiNews (@AHindinews) October 4, 2022
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૌડીના ધુમાકોટ વિસ્તાર હેઠળના તિમરી ગામ પાસે રાત્રે લગભગ 8 વાગ્યે જાનૈયાઓની બસ ક્રેશ થઈ ગઈ હતી. SDRF રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. ધુમાકોટથી 70 કિમી આગળ તિમરી ગામમાં બસ ખાડામાં પડી હોવાના અહેવાલ છે. જનરલ એસડીઆરએફની સૂચના મુજબ શ્રીનગર, કોટદ્વાર, સાતપુલી અને રૂદ્રપુરથી એસડીઆરએફની બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે જવા રવાના થઈ ગઈ છે.
