ગુજરાત વિધાનસભણી ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય વાતાવરણ તૈયાર થઈ રહ્યું છે. ભાજપે પ્રચાર પર હાલ ફોકસ કરી રહ્યા છે અને 182 બેઠકો પર સમગ્ર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ભાજપના મુખ્યમંત્રી ચેહરાની જાહેરાત કરી દીધી છે. અમિત શાહે લોકોને સવાલ કરતાં કહ્યું કે, વિઘાનસભાની ચૂંટણીમાં વડાપ્રઘાનના હાથ મજબૂત કરવા વિનંતી કરી અને ભુપેન્દ્રભાઇ પટેલને ફરી મુખ્યમંત્રી બનવાશોને? તેવા સવાલ સાથે મુખ્યમંત્રી ની જાહેરાત કરી દીધી છે.
ભાજપે ઉમેદવાર અંગે બંધ બારણે બેઠકો કરી રહી છે હજુ કોઈ જાહેરાત કરવામાં નથી આવી ત્યારે મુખ્યમણત્રી ચહેરા અંગે ભાજપ સિવાય કોઈ પક્ષે જાહેરાત નથી કરી. આજે અમિત શાહે મુખ્યમંત્રી ચહેરા તરીકે ભૂપેન્દ્ર પટેલની આડકતરી રીતે જાહેરાત કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે નરેન્દ્રભાઇ અને ભુપેન્દ્રભાઇ સુઘીનો સરવાળો કરીએ તો 11 લાખ હેકટર જમીનમાં સિંચાઇ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યુ છે. આજે 98.3 ટકા આદિવાસી ગામોને મુખ્ય રોડ સાથે જોડવાનું કામ ભાજપની સરકારે કર્યુ. વિકાસના કામનો ભરોસો ભાજપ પર જ મુકી શકો. કોંગ્રેસ વિકાસના કામ કરી જ ન શકે માત્ર બેનરો લગાવી શકે. ભારતીય જનતા પાર્ટી જે કામ કરવાનું કહે છે કે કરે જ છે. ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં વડાપ્રઘાનના હાથ મજબૂત કરવા વિનંતી કરી અને ભુપેન્દ્રભાઇ પટેલને ફરી મુખ્યમંત્રી બનવાશોને ,ભાજપને જંગી મતોથી વિજય બનાવશોને તેવા સવાલ જનતાને કર્યો હતો.
