ઈન્ડોનેશિયામાં 240 યાત્રીઓને લઈને જઈ રહેલી બોટમાં સોમવારે આગ લાગવાને કારણે 14 લોકોના મોત થયા છે. બચાવદળના અધિકારીઓએ આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે કેએમ એક્સપ્રેસ કેંટિકા77 પૂર્વી નુસા તેંગારા પ્રાંતના કુપાંગથી કલાબાહી તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન તેમાં આગ લાગી ગઈ હતી. નૌકા પર 240 યાત્રીઓ સવાર હતા. અને 10 ક્રૂ મેમ્બરનો સ્ટાફ હતો.
અધિકારીઓએ કહ્યું કે આગ લાગવાનું કારણ તપાસવામાં આવી રહ્યું છે. તપાસ તેમજ બચાવ એજન્સીએ એક નિવેદનમાં કહ્યું કે બચાવદળના સભ્યો અને આજુબાજુની બોટની મદદથી 226 લોકોને બચાવવામાં સફળતા મળી છે. 1700થી વધુ દ્વિપોનો સમૂહ ઈન્ડોનેશિયામાં નૌકા દુર્ઘટના થવી તે સામાન્ય વાત છે. જ્યાં પરિવહન માટે જળમાર્ગનો ઉપયોગ કરવામાં આવે છે.
