ચૂંટણી જીતવાની તૈયારીઓ/ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ આવતી કાલે અગ્રેસર ગુજરાત  કેમ્પઇન લોન્ચ કરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી ચૂકયા છે, બે તબક્કામાં એટલે 1 અને 5 ડિસેમ્બરે મતદાન યોજાશે, આ વિધાનસભાની ચૂંટણી જીતવા માટે તમામ પાર્ટીઓ પ્રચાર અર્થે કામે લાગી ગઇ છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી ચૂકયા છે, બે તબક્કામાં એટલે 1 અને 5 ડિસેમ્બરે મતદાન યોજાશે, આ વિધાનસભાની ચૂંટણી જીતવા માટે તમામ પાર્ટીઓ પ્રચાર અર્થે કામે લાગી ગઇ છે, આચારસંહિતાના નિયમોને ધ્યાનમાં લઇને કામગીરી કરી રહી છે, ભાજપે ગુજરાત 15મી વિધાનસભા ચૂંટણી જીતવા માટે કમરકસી છે, આ ચૂંટણી માટે સંકલ્પ પત્ર બહાર પાડતા પહેલા અગ્રેસર ગુજરાત  કેમ્પઇન લોન્ચ કરશે, આવતીકાલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ આ અગ્રેસર ગુજરાત કેમ્પઇન લોન્ચ કરશે.

ઉલ્લેખનીય છે કે ભાજપ પણ આ વખતે આમ આદમી પાર્ટી આવવાથી વિધાનસભાની વધુ બેઠકો જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જેના અતર્ગત કાલે સીઆર પાટીલ અગ્રેસર ગુજરાત લોન્ચ કરશે અને જનતાનો અભિપ્રાય મંગાવશે અને તેમના સૂચનો બાદ સંકલ્પ પત્ર બહાર પાડશે.