રાજધાની દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ વચ્ચે રાજકારણ પણ ગરમાયું છે. ભાજપે ફરી એકવાર અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની સરખામણી એડોલ્ફ હિટલર સાથે કરવામાં આવી છે. બીજેપી નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગાએ બીજેપી ઓફિસની બહાર પોસ્ટર અને હોર્ડિંગ્સ લગાવ્યા છે જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એડોલ્ફ હિટલર તરીકે દર્શાવવામાં આવ્યા છે.
બીજેપી નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગાનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલે દિલ્હીને ગેસ ચેમ્બર બનાવી દીધી, લોકો પ્રદૂષણથી મરી રહ્યા છે. પરંતુ તેઓ રાજકીય પ્રવાસ પર છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે કેજરીવાલ બીજા હિટલર છે, તેમણે દિલ્હીને ગેસ ચેમ્બર બનાવી દીધી છે.
A poster comparing Delhi Chief Minister Arvind Kejriwal to Adolf Hitler was put up by BJP leader Tajinder Pal Singh Bagga outside Delhi BJP HQs
"He turned Delhi into a gas chamber. People are dying of pollution but he is on political tourism," says Bagga pic.twitter.com/fb8zbayvW6
— ANI (@ANI) November 5, 2022
તજિન્દર પાલ સિંહ બગ્ગાએ કહ્યું કે તેમની તુલના હિટલર સાથે કરો કારણ કે આ વિશ્વમાં બીજું ઉદાહરણ છે. જ્યારે એક નેતાએ પોતાના રાજ્યને ગેસ ચેમ્બરમાં ફેરવી દીધું. SC એ પણ કહ્યું છે કે દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગયું છે. દિલ્હીના લોકો પ્રદૂષણને કારણે મરી રહ્યા છે પરંતુ અરવિંદ કેજરીવાલ રાજકીય પ્રવાસ પર છે.
આ પણ વાંચો: રાજકોટની દક્ષિણ બેઠક- ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા પણ મેદાનમાં
આ પણ વાંચો:ગુજરાતમાં એન્ટિ ઇન્કમ્બન્સી નહી પણ વિકાસની લહેરઃ સી આર પાટિલ
આ પણ વાંચો:જાણો, કોંગ્રેસના ક્યાં નેતાએ ચૂંટણી લડવાનો કર્યો ઇનકાર, આપ્યું આવું કારણ
