Gujarat Election/ મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ કોંગ્રેસ માટે કપરા ચઢાણ, AAP અને AIMIM વોટ વહેચાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ રહ્યા છે, હવે તમામ રાજકિય પાર્ટીઓ જ્ઞાતિ સમીકરણના આધારે ઉમેદવારના નામ જાહેર કરી રહ્યા છે.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ રહ્યા છે, હવે તમામ રાજકિય પાર્ટીઓ જ્ઞાતિ સમીકરણના આધારે ઉમેદવારના નામ જાહેર કરી રહ્યા છે.આ વખતે આમ આદમી પાર્ટી અને અસદ ઓવૈસીની પાર્ટી AIMIM  અંદાજિત 30થી વધુ બેઠકો પર ચૂંટણી લડવાની છે, આ પાર્ટી મુસ્લિમ બહુમતીમાં પોતાના ઉમેદવાર ઉભા રાખશે અને જ્યા મુસ્લિમ મતો નિર્ણાયક સાબિત થાય તે બેઠક પર ઉમેદવાર ઉભા રાખશે. હવે આમ આદમી પાર્ટીએ પણ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ ફાળવી છે.જેના લીધે આ વખતે મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ થશે તે વાત નકારી શકાય તેમ નથી. આ મુસ્લિમ મતો પહેલા કોંગ્રેસનો ઇજારો ગણાતી હતી હવે પરિસ્થિતિ બદલાતા કોંગ્રેસની મજબૂત મતબેંકમાં ગાબડું પરશે તે નક્કી છએ, કોંગ્રેસના આ મતો તૂટશે તો તેમના માટે કપરા ચઢાણ સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની રાજકિય સ્થિતિ સારી નથી તેમના દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે જેની અસર આગામી 15મી વિધાનસભાની ચૂંટણી પર પડશે તે ચોકક્સ છે, હજી સુધી કોંગ્રેસે સંપૂર્ણ યાદી પણ બહાર નથી પાડી 3 યાદી જાહેર કરી છે. કોંગેસ માટે આ ચૂંટણી જીતવી મોટો પડકાર છે.મુસ્લિમ મતો મજબૂત મત બેંક હતી આ વખતે તેમાં આમ આદમી પાર્ટી અને ઓવૈસીની પાર્ટી ગાબડું પાડશે તેમાં કોઇ બે મત નથી.

કોંગ્રેસ સામે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM), અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) અને કેટલાક અન્ય પક્ષોનો પડકાર છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં માત્ર ત્રણ મુસ્લિમ ધારાસભ્યો જીત્યા હતા અને ત્રણેય કોંગ્રેસના હતા. જો કે, આ સંખ્યા 2012ની વિધાનસભા ચૂંટણી કરતાં વધુ સારી હતી જ્યારે માત્ર બે મુસ્લિમ ધારાસભ્યો જીત્યા હતા. રાજ્યની કુલ 6.5 કરોડની વસ્તીના લગભગ 11 ટકા મુસ્લિમો છે અને લગભગ 25 વિધાનસભા મતવિસ્તારોમાં તેમની નોંધપાત્ર હાજરી છે.