Demonetisation/ મોદી સરકારે નોટબંધી અંગે કોર્ટમાં કર્યો મોટો ખુલાસો,લાંબી ચર્ચા બાદ લેવાયો હતો નિર્ણય

ભારતમાં અચાનક નોટબંધી કરી દેતા દેશમાં ખલભળાટ મચી ગયો હતો અને આ નોંટબધી સમયગાળા દરમિયાન 125થી વધુ લોકોના મોત નિપજયા હતા.

Top Stories India

ભારતમાં અચાનક નોટબંધી કરી દેતા દેશમાં ખલભળાટ મચી ગયો હતો અને આ નોંટબધી સમયગાળા દરમિયાન 125થી વધુ લોકોના મોત નિપજયા હતા. આ નોંટબંધીના નિર્ણય સામે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી તે અંગે આજે કોર્ટમાં કેન્દ્ર સરકારે આ અંગે એક રિપો્ટ સબમિટ કર્યો છે. કેન્દ્ર સરકારે બુધવારે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે 2016 માં નોટબંધી એક સારી રીતે વિચારેલો નિર્ણય હતો અને તે નકલી નોટો, આતંકવાદી ધિરાણ, કાળું નાણું અને કરચોરીના જોખમને પહોંચી વળવા માટે એક વિશાળ વ્યૂહરચનાનો એક ભાગ હતો.

સુપ્રીમ કોર્ટમાં પોતાના નિર્ણયનો બચાવ કરતા કેન્દ્ર વતી કહેવામાં આવ્યું હતું કે નોટબંધી અને 500 અને 1000ની નોટોના નોટબંધીનો આ નિર્ણય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સાથે અને નોટબંધી પહેલા સંપૂર્ણ ચર્ચા કર્યા બાદ લેવામાં આવ્યો હતો અને તેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી.

નોટબંધીના નિર્ણયને પડકારતી અરજીઓના જવાબમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં કેન્દ્રએ આ માહિતી આપી હતી. સોગંદનામામાં, કેન્દ્ર સરકાર વતી કહેવામાં આવ્યું છે કે નોટબંધી એક મોટી વ્યૂહરચનાનો ભાગ છે અને નકલી ચલણ, ટેરર ​​ફાઇનાન્સિંગ, કાળું નાણું અને કરચોરીની સમસ્યાઓનો સામનો કરવા માટે અસરકારક પગલાં છે. પરંતુ તે માત્ર આટલા સુધી સીમિત ન હતું. પરિવર્તનકારી આર્થિક નીતિના પગલાઓની શ્રેણીમાં આ એક મહત્વપૂર્ણ પગલું હતું.