એમસીડી ઇલેકશન/ દિલ્હી એમસીડી ચૂંટણીમાં પોલથી વિપરીત સ્થિતિઃ ભાજપ અને આપ વચ્ચે કાંટાની ટક્કર

દિલ્હી નગરનિગમ ચૂંટણી (એમસીડી ઇલેકશન) 2022ની મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે. આ ચૂંટણી સામાન્ય રીતે એકતરફી રહેવાનો પોલ હતો, પરંતુ મતગણતરીમાં દરમિયાન બંને પક્ષ વચ્ચે બરોબરની ટક્કર હાલમાં જોવા મળી રહી છે

India
  • અગિયાર વાગ્યા સુધીની મતગણતરીમાં ક્યારેક આપ તો ક્યારેક ભાજપ આગળ
  • એમસીડીમાં ભાજપની 15 વર્ષથી સત્તા છે
  • ભાજપ અને આપ બંનેની બેઠક 120ની આસપાસ છે

દિલ્હી નગરનિગમ ચૂંટણી (એમસીડી ઇલેકશન) 2022ની મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે. આ ચૂંટણી સામાન્ય રીતે એકતરફી રહેવાનો પોલ હતો, પરંતુ મતગણતરીમાં દરમિયાન બંને પક્ષ વચ્ચે બરોબરની ટક્કર હાલમાં જોવા મળી રહી છે. સવારે અગિયાર વાગ્યા સુધીમાં જોઈએ તો આપ 119 બેઠક પર તો ભાજપ 118 બેઠક પર આગળ હતુ. આમ જ્યારે કોંગ્રેસની આઠ અને અન્ય પાંચ બેઠક પર આગળ હતા.

આ બતાવે છે કે પોલ ગમે તેવો હોય, પરંતુ વાસ્તવિકતા જુદી હોઈ શકે છે. આ પોલ મુજબ ભાજપ 90નો આંકડો પણ માંડ વટાવતું હતું, જયારે હાલની મતગણતરીમાં તો ભાજપ રીતસર 120ની આસપાસ જ દેખાઈ રહ્યુ છે. જ્યારે આપ પણ તે જ સ્થિતિમાં છે. તેના લીધે બંને પક્ષો વચ્ચે રીતસરની કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે એમસીડીમાં ભાજપ 15 વર્ષથી સત્તા પર છે. આ વખતે તે સત્તા બચાવવા ઉતર્યુ છે તો આમ આદમી પાર્ટી દિલ્હી વિધાનસભામાં શાનદાર દેખાવ પછી હવે એમસીડી પર સત્તા મેળવવા માટે આતુર છે. આ માટે આમ આદમી પાર્ટીએ શાનદાર પ્રચાર પણ કર્યો હતો, પણ હવે આમ આદમી પાર્ટીનો એક હિસ્સો જે વાત માનતો હતો તે સાચી પુરવાર થવા જઈ રહી હતી તેમ મનાય છે. હવે જો આપને દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા માટે હાથવેંતનું છેટુ રહી જાય તો કેજરીવાલનો ગુજરાત પ્રવાસ જ તેના માટે જવાબદાર માનવામાં આવશે.