Jharkhand accident: ઝારખંડના પલામુ જિલ્લાના છતરપુર ડુમરિયા રોડના ભાંગિયા વળાંક પાસે એક ઝડપી સ્કોર્પિયોની ટક્કરથી ચાર યુવકોના મોત થયા છે. એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટનાની પુષ્ટિ કરતા નૌદિહા પોલીસ સ્ટેશનના અમન કુમારે જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે તમામ બાળકો વળાંક પર ઉભા હતા ત્યારે સ્કોર્પિયોએ અડફેટમાં લેતા ચાર લોકોના ઘટનાસ્થળે મોત નિપજયા છે.એકની હાલત ગંભીર છે.ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મૃતકના મિત્રો (Jharkhand accident) આશિષ કુમાર (14)એ જણાવ્યું કે અમે બધા ક્રિકેટ રમતા વળાંક પર ઉભા હતા ત્યારે અચાનક એક ઝડપી સ્કોર્પિયો બધાને કચડીને મેદાનમાં જઇન્ પલટી હતી મૃતકોમાં નીતિશ કુમાર (14), વિવેક કુમાર (15), આશિષ કુમાર (14) અને ફિરોઝ અંસારી (16)ના નામ સામેલ છે. ગૌરવ કુમાર (15)ની હાલત ગંભીર છે. સ્કોર્પિયોના ચાલકને પણ ગંભીર હાલતમાં છે તેને પણ મેદિનીનગરમાં લઈ જવામાં આવ્યો છે.
આ પહેલા વાહન ચાલકે(Jharkhand accident) ગાયને અડફેટમાં લીધી હતી અને બાદમાં સ્કોર્પિયો પુર ઝડપે હંકારીને આ બાળકોને કચડી નાખ્યા હતા. ઘટના બાદ આસપાસના 500 લોકો એકઠા થઈ ગયા હતા અને તમામ ઘાયલોને વહીવટી સ્તરે છતરપુર સબ-ડિવિઝનલ હોસ્પિટલ અને MRMCH મેદનીનગર મોકલવામાં આવ્યા છે. સ્કોર્પિયો ડુમરિયાની કહેવાય છે. આ અકસ્માતમાં ચાર બાળકોના મોત થયા છે.
પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હાલ અકસ્માતના માર્યા ગયેલા લોકોના પરિવારજનોને જાણ કરી છે અને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસે આ મામલે સઘન તપાસ કરી રહી છે.