IPL 2023/ ગુજરાતે રાજસ્થાનને આપ્યો 178 રનનો ટાર્ગેટ, ડેવિડ મિલર અને શુભમન ગિલની શાનદાર ઇનિગ્સ

IPL 2023 ની 23મી મેચ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે

Top Stories Sports

IPL 2023 ની 23મી મેચ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી ડેવિડ મિલર (46) અને શુભમન ગીલે (45) સૌથી વધુ રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સ તરફથી સંદીપ શર્માએ બે, બોલ્ટ, જમ્પા અને ચહલે 1-1 વિકેટ લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે પાવરપ્લેમાં 2 વિકેટ ગુમાવીને 42 રન બનાવ્યા હતા. સાહા (4) અને સુદર્શન (20) રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા. કેપ્ટન હાર્દિક પંડ્યા 19 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો હતો. ઓપનર શુભમન ગિલ 34 બોલમાં 45 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ગિલના આઉટ થયા બાદ ડેવિડ મિલરે જોરદાર બેટિંગ કરી અને 30 બોલમાં 46 રનનું યોગદાન આપ્યું.

ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ 11: રિદ્ધિમાન સાહા, શુભમન ગિલ, સાઇ સુદર્શન, હાર્દિક પંડ્યા (સી), અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અલઝારી જોસેફ, મોહમ્મદ શમી, મોહિત શર્મા

રાજસ્થાન રોયલ્સ પ્લેઈંગ 11: જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (સી), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, એડમ ઝમ્પા, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ