ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્રને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાપુત્રને બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે. જેના પગલે તેને તત્કાલ કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા તત્કાલ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.મળતી માહિતી મુજબ વૈષ્ણો દેવી નજીક આવેલી કેડી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેમની સારવાર તત્કાલ અસરથી ચાલુ કરી દેવામાં આવી છે. સીએમ પણ કાફલા સાથે રવાના થયા છે.
નોધનીય છે કે વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલી કે ડી હોસ્પિટલમાં ચાલી રહી છે. હાલ અનુજ પટેલની તબિયત સ્થિર છે અને ઑબ્ઝર્વેશન હેઠળ 2 દિવસ માટે હોસ્પિટલમાં રાખવામાં આવી શકાય એમ છે.ઉલ્લેખનીય છે કે અનુજ પટેલ રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે અને તેઓ એન્જિનિયર છે. અનુજ કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરે છે. અનુજે પણ પિતાની જેમ જ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું છે.
