Politics/ ઓવૈસીનું મોટું નિવેદન, ‘ન તો રાષ્ટ્રપતિ, ન મોદી… આમના દ્વારા થવું જોઈએ સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન’

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનને લઈને પોતાનુ સ્ટેન્ડ રજૂ કર્યું છે. ઓવૈસીએ કહ્યું કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન ન તો રાષ્ટ્રપતિએ કરવું જોઈએ કે ન તો પીએમ મોદી દ્વારા.

Top Stories India

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. ઉદ્ઘાટન પહેલા જ વિરોધ પક્ષોએ સરકાર સામે મોરચો ખોલી દીધો છે. પીએમ મોદીના ઉદ્ઘાટનનો વિરોધ કરી રહેલા મોટા ભાગના વિરોધ પક્ષોએ સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.

આ દરમિયાન AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનને લઈને પોતાનુ સ્ટેન્ડ રજૂ કર્યું છે. ઓવૈસીએ કહ્યું કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન ન તો રાષ્ટ્રપતિએ કરવું જોઈએ કે ન તો પીએમ મોદી દ્વારા. નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કરવું જોઈએ.

મોદી ઉદ્ઘાટન કરશે તો હું સમારોહમાં નહીં જઈશ – ઓવૈસી

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે સંસદના કસ્ટોડિયન સ્પીકર ઓમ બિરલા છે, તેથી ઉદ્ઘાટન તેમના દ્વારા જ કરવું જોઈએ. ઓવૈસીએ કેન્દ્ર સરકાર પર બંધારણીય નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કહ્યું કે જો નરેન્દ્ર મોદી નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે તો તેઓ સમારંભમાં ભાગ લેશે નહીં.

આ પણ વાંચો:કિશ્તવાડમાં ભયાનક માર્ગ અકસ્માતનો શિકાર થયું ક્રુઝર વાહન, 7 લોકોના મોત

આ પણ વાંચો:અધીર રંજન ચૌધરીએ ફરી આપી વડાપ્રધાનને ‘ગાળો’, કહ્યું- પાગલ મોદી….

આ પણ વાંચો:ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલો સ્વીકાર્ય નહીંઃ મોદી, આલ્બાનીઝની આકરા પગલાં લેવાની ખાતરી

આ પણ વાંચો:ટીવી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું માર્ગ અકસ્માતમાં મોત