ગુજરાત/ યુવાનનું અકસ્માતમાં થયું મોત, પરિવારે તેના નવ અંગોનું કર્યુ દાન

લોકોમાં હવે અંગદાન વિશે જાગૃતિ આવવા લાગી છે. પોતાના સ્વજનોનું અંગદાન કરીને લોકોને નવજીવન આપવાનું પ્રમાણ વધી રહ્યુ છે

Gujarat

લોકોમાં હવે અંગદાન વિશે જાગૃતિ આવવા લાગી છે. પોતાના સ્વજનોનું અંગદાન કરીને લોકોને નવજીવન આપવાનું પ્રમાણ વધી રહ્યુ છે. અકસ્માતમાં પાટણ જિલ્લા ના હારીજ ના બોરતવાડાના યુવાનને બ્રેઈનડેડ જાહેર કરાયો હતો. તેમના પરિવારે તેમના અંગોનુ દાન કરીને લોકોનુ જીવન બચાવવાનો નિર્ણય લેતા નવ અંગોનું દાન કરવામાં આવ્યું હતું.

પાટણ જિલ્લામાં ના બોરતવાડાના યુવાન પોતાના ગામથી હારિજ તરફ આવી રહયા હતા. અને સક્ષરધામ નજીકમાં આખલો વચ્ચે આવતા બાઇક સ્લીપ ખાઈ ગયું હતું. જેમાં યુવાનનું અમદાવાદ સિવિલ ખાતે બ્રેઈનડેડ જાહેર કરાયો હતો.યુવાનના પરિવારજનો દવારા યુવાનના મુખ્ય નવ અંગોનું દાન કરવામાં આવ્યું હતું.

પાટણ જિલ્લા ના હારિજ તાલુકાના બોરતવાડા ગામના મહેશભાઈ પ્રવીણભાઈ સોલંકી 30 વર્ષીય યુવાન હારિજ ખાતે સોમનાથ નગરમાં રહેતા હતા.જે ગત 1 મેં બોરતવાડા થી હારિજ તરફ બાઇક લઈ આવી રહયા હતા ત્યારે સક્ષરધામ નજીક માં રોડ વચ્ચે આખલો વચ્ચે આવતા બાઇક સ્લીપ ખાઈ પડી ગયું હતું જેમાં બાઇક સવાર યુવાન મહેશભાઈ સોલંકીને માથાના પાછળના ભાગ હાઇવે વચ્ચે ના ડિવાઈડર ને અથડાતા ગંભીર ઇજાઓ થઈ હતી.108 મારફતે હારિજ રેફરલ હોસ્પિટલમાં સારવાર આપી પાટણ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી અમદાવાદ સિવિલમાં લઈ ગયા હતા.જ્યા તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો હતો.

સોમવારે મૃતક યુવાનના માતા ચંપાબેન પ્રવીણભાઈ સોલંકી અને મૃતકના મોટાભાઈ ભરતભાઇ પ્રવીણભાઈ સોલંકી એ સજીવ અંગોનું દાન કરવાનો નિર્ણય કરી નવ જેટલા અગત્યના અંગોનું દાન કરવામાં આવ્યું હતું.જેની સોમવારના રોજ સિવિલ ખાતે પ્રક્રિયા પૂર્ણ થતાં મંગળવારે બોરતવાડા ખાતે લાવી યુવાનની અંતિમ વિધિ કરવામાં આવી હતી.

રિપોર્ટર, રવિ દરજી