ચક્રવાત/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હોટલાઇન દ્વારા ચક્રવાતની પરિસ્થિતિની માહિતી મેળવી,સતત કલેકટર સાથે સંપર્કમા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ના કન્ટ્રોલ રૂમ માંથી હોટ લાઈન દ્વારા કચ્છ અને દેવ ભૂમિ દ્વારિકા જિલ્લા કલેકટર કચેરીના કન્ટ્રોલ રૂમમાં માં વાતચીત કરી સ્થાનિક પરિસ્થિતિ ની વિગતો મેળવી હતી

Top Stories Gujarat

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ના કન્ટ્રોલ રૂમ માંથી હોટ લાઈન દ્વારા કચ્છ અને દેવ ભૂમિ દ્વારિકા જિલ્લા કલેકટર કચેરીના કન્ટ્રોલ રૂમમાં માં વાતચીત કરી સ્થાનિક પરિસ્થિતિ ની વિગતો મેળવી હતી.તેમણે આ બે જિલ્લાઓ માં તત્કાલ બચાવ રાહત અને લોકો ના સ્થળાંતર સહિત ની માહિતી ફરજ પરના અધિકારીઓ પાસેથી જાણી હતી.મુખ્યમંત્રી મંગળવારે મોડી સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને સંભવિત વાવાઝોડા ની સ્થિતિ નો ક્યાસ મેળવ્યો હતો.

ઉલ્લેખનીય છે કેગુજરાતના સાંસદો અને ધારાસભ્યોને આ ચક્રવાતના ખતરાથી વાકેફ કરીને પોતપોતાના વિસ્તારના લોકોને દરેક શક્ય રીતે મદદ કરવા અને તમામ વિભાગો વચ્ચે સંકલન સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં બિપરજોય વાવાઝોડાની સામે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રોની સજ્જતા અને પૂર્વ તૈયારીઓનો સમગ્ર ચિતાર સૌને આપ્યો હતો.મુખ્યમંત્રીએ બેઠકમાં કહ્યું કે, ચક્રવાતથી પ્રભાવિત ૮ જિલ્લા છે જેમાં કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં કુલ રપ તાલુકા છે જેમાં ૦ થી ૫ કી.મી માં ર૬૦ ગામોનો સમાવેશ થાય છે જેની કુલ જન સંખ્યા ૧૪,૬૦,૩૦૦ છે. ૫ થી ૧૦ કિ.મી. વિસ્તારમાં ૧૮ર ગામોનો સમાવેશ થાય છે જેની કુલ વસ્તી અંદાજે ૪ લાખ પ૦ હજાર છે.

તેમણે જણાવ્યું કે, વાવાઝોડાથી અસરગ્રસ્ત ૪૩૪ નીચાણવાળા વિસ્તારોને પણ ઓળખવામાં આવ્યા છે. આ રપ તાલુકાઓમાં ૧પર૧ આશ્રય સ્થાનોની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. ૮ જિલ્લાઓમાં ૪૫૦ હોસ્પિટલોની ઓળખ કરવામાં આવી છે, આ હોસ્પિટલોમાં દવા, ઉપકરણો, મેડિકલ સ્ટાફ અને ડી.જી સેટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે, આ જિલ્લાઓમાં મીઠું પકવતા ૮૬૮ અગરિયાઓ તેમજ ૬,૦૮૦ કામદારોની ઓળખ કરવામાં આવી છે. ૨૮૪ ગર્ભવતી મહિલાઓને સલામત સ્થળે લઇ જવામાં આવી છે. ૫,૩૩૦ અગરિયાઓ, વૃદ્ધ અને બાળકો મળી સમગ્રતયા ૧૫,૦૬૮ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય ૩૦,૦૦૦ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાનું કામ સાંજ સુધી પૂરું કરી દેવામાં આવશે.

તેમણે વધુમાં કહ્યું કે, આ ૮ જિલ્લાઓમાં NDRFની ૧૮ અને SDRFની ૧૨ ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે. મહાનગરપાલિકા તથા નગરપાલિકા વિસ્તાર તેમજ રોડ ઉપરથી ૪,૦૫૦ હોર્ડિંગ્સને દૂર કરવામાં આવ્યા છે. માછીમારોની કુલ ૨૧,૫૯૫ બોટને ફિશિંગ હાર્બર ખાતે પાર્ક કરવામાં આવી છે. પોર્ટ પાસે ૨૭ જહાજોને લાંગરવામાં આવ્યા છે તેમજ ૨૪ મોટા જહાજોને એન્કર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય એજન્સીઓ NDRF, નેવી, આર્મી, કોસ્ટગાર્ડ, એરફોર્સની સાથે સંપર્ક અને સંકલન બનાવી રાખવામાં આવ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.