Pushpa 2/ રશ્મિકા મંદન્નાએ શરૂ કર્યું ‘પુષ્પા 2’નું શૂટિંગ, અભિનેત્રીએ વીડિયો કર્યો શેર

રશ્મિકા મંદન્નાએ તાજેતરમાં જ ‘એનિમલ’નું શૂટિંગ પૂરું કર્યું છે અને હવે ‘પુષ્પા 2’નું શૂટિંગ શરૂ કર્યું છે. રશ્મિકાએ તાજેતરમાં જ સેટ પરથી એક વીડિયોમાં નાઈટ શૂટની ઝલક શેર કરી હતી.

Entertainment

ચાહકો ઘણા સમયથી ‘પુષ્પા 2’ની રિલીઝની રાહ જોઈ રહ્યા હતા, અને હવે તેમના માટે એક સારા સમાચાર છે. અભિનેત્રી રશ્મિકા મંદન્ના એ ‘પુષ્પા 2’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફિલ્મના સેટ પરથી એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ‘પુષ્પા 2’નો ચમકતો સેટ જોવા મળી રહ્યો છે. ‘પુષ્પા 2’ એ 2021માં રિલીઝ થયેલી ‘પુષ્પાઃ ધ રાઇઝ’ની સિક્વલ છે, જેમાં રશ્મિકા મંદન્નાએ શ્રીવલ્લીની ભૂમિકા ભજવી હતી. તે બીજા ભાગમાં તેનું એ જ પાત્ર ફરી શરૂ કરશે.

‘પુષ્પાઃ ધ રાઇઝ’માં અલ્લુ અર્જુન (Allu Arjun) લીડ રોલમાં હતો અને તેની સાથે રશ્મિકા મંડન્નાની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. રશ્મિકા હવે ફિલ્મના બીજા ભાગ એટલે કે પુષ્પા 2નો પણ એક ભાગ છે અને તેણે શૂટિંગ શરૂ કરી દીધું છે. રશ્મિકાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શૂટનો વીડિયો શેર કર્યો અને લખ્યું, ‘નાઈટ શૂટ’. રશ્મિકાએ હાલમાં જ રણબીર કપૂર (Ranbir Kapoor) સ્ટારર ફિલ્મ ‘એનિમલ’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મની પણ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

pushpa 2

400 કરોડના બજેટની ‘પુષ્પા 2’ 2024માં રિલીઝ થશે
‘પુષ્પા 2: ધ રૂલ’ વિશે વાત કરીએ તો તે 2024ની શરૂઆતમાં રિલીઝ થઈ શકે છે. આ ફિલ્મનો પહેલો ભાગ 17 ડિસેમ્બર 2021ના રોજ રીલિઝ થયો હતો અને ત્યાર બાદ તેણે બોક્સ ઓફિસ પર લગભગ 300 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે ચાહકો 400 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી ‘પુષ્પા 2’ની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના કેટલાક સીન ‘પુષ્પા’ના પહેલા ભાગની રિલીઝ પહેલા જ દિગ્દર્શક સુકુમાર દ્વારા શૂટ કરવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં તેણે ફિલ્મની વાર્તામાં થોડો ફેરફાર કર્યો અને હવે તે મુજબ ‘પુષ્પા 2’નું રીશૂટ કરવામાં આવી રહ્યું છે. આ કારણે ફિલ્મની રિલીઝમાં વિલંબ થઈ રહ્યો છે.