@ નિકુંજ પટેલ
કચ્છ પંથકના બાહુબલી નેતા જયંતિ ભાનુશાળી મર્ડર કેસ પર મંતવ્ય ન્યુઝ ચેનલની વિશેષ રજૂઆત. મંતવ્ય વેબ પોર્ટલ પર આજથી વાંચો સેક્સકાંડ, મર્ડર, રાજકારણ અને કાવાદાવાથી ભરપૂર મર્ડર મિસ્ટ્રી. (ભાગ – 8)
જ્યંતી ભાનુશાળી મર્ડર કેસમાં કી રોલ ભજવનારી મનીષા પોતે પણ ભાનુશાળી ભૂજમાં હાજર હતા ત્યારે 5 અને 6 જાન્યુઆરી 2019ના રોજ નિખીલ થોરાત અને તેના અન્ય ઓળખીતાઓ સાથે હાજર હતી. તે જ રાત્રે 1.30 વાગ્યે તેઓ ભચાઉથી બે કાર, એક ઈનોવા અને એક નાની કાર ભાડે કરી અમદાવાદ આવ્યા. હોશિયાર મનીષાએ પરંપરાગત રૂટને બદલે રાપર, ભીમાસર, પાલનપુર થઈને અમદાવાદ, નેશનલ હાઈવે રૂટનો ઉપયોગ કર્યો. નિખીલ અને મનીષાએ વિવિધ જગ્યાઓના ગુગલ મેપ નોંધી લીધા હતા. તેના આધારે જ શુટરોને ભાગવાનો રૂટ નક્કી કરવામાં આવ્યો હતો. જ્યંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં હત્યા કરીને શુટરો શશીકાંત, અશરફ અને રાજુ ધોત્રેને ભાગી જવા માટેનો રોડ રૂટ ગુગલ મેપ દ્વારા છબીલ પટેલ અને શશીકાંતને વોડ્સએપ મારફતે મોકલવામાં આવ્યો.
છબીલ પટેલે મસ્કતમાં બેઠા બેઠા પોતાના અજાણ્યા સેલમાં play stote yurbo VPN free proxy sever & secure VPN service સોફ્ટવેર ડાઉનલોડ કરી લીધો હતો. જેના મારફતે તે મનીષા અને શશીકાંત સાથે સંપર્કમાં રહેતો હતો.
જ્યંતી ભાનુશાળી 6 જાન્યુઆરી 2019ના રોજ આખો દિવસ પોતાના કનકપર ફાર્મ હાઉસ પર રહ્યા હતા. 9 જાન્યુઆરી 2019ના રોજ સવારે 10 વાગ્યે ભાનુશાળી પોતાની કોલેજમાંટ્રેડિશનલ ડે ઉજવણી અને ફોટોસેશન્સ પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ પતાવીને બરોપે અંદાજે 12 વાગ્યે પોતાના ફાર્મ પર પરત આવ્યા હતા. સાંજે સાડા પાંચ વાગ્યે તે નલીયા થઈને ભૂજ જવા રવાના થયા અને રાત્રે પોણા આઠ વાગ્યે પોતાના ભૂજ બંગલે પહોંચ્યા.
આ કેસના ફરિયાદી સુનીલ ભાનુશાળીએ 5 જાન્યુઆરીના રોજ જ્યંતી ભાનુશાળીની ટિકીટ બુક કરાવી. 7 જાન્યુઆરીએ સાંજે 7 વાગ્યે ટ્રેન રિઝર્વેશન ચાર્ટ જનરેટ થયો. જેમાં જ્યંતી ભાનુશાળીની ટિકીટ H-1, કોચ G, કેબીન સીટ નંબર 19 કન્ફર્મ થઈ ગઈ હતી. આ મેસેજ સુનીલે ભાનુશાળીના મોબાઈલ પર ફોરવર્ડ કર્યો. તે સિવાય ટિકીટ કન્ફર્મ થયાની જાણ પણ મોબાઈલ ફોનથી કરી.
તમામ ઘટનાક્રમ પર બાજ નજર રાખી રહેલા છબીલ પટેલે મસ્કતથી 7 જાન્યુઆરી 2019ના રોજ રાત્રે અંદાજે 8 વાગ્યે વોટ્સએપ કોલથી શુટર શશીકાંત કાંબળેને કોલ કરીને સાબદા થઈ જવા જણાવ્યું. વળતા વોટ્સએપ કોલથી ટાર્ગેટના ડબ્બા તથા સીટ નંબર પણ જણાવશે, એમ પણ કહ્યું. છબીલ પટેલે પોતના મિત્ર અને સંબંધી પવન યાદવ (રેલ્વે ટીટી)ને જ્યંતી ભાનુશાળીના ટ્રેન ટિકીટ PNR નંબર લખાવ્યો. છબીલે ટ્રેન ટિકીટનું સ્ટેટસ જણાવવાનું કહેતા પવન યાદવેપોતાના મોબાઈલથી રેલ્વે એપ્સ પરથી ટિકીટનું સ્ટેટસ ચકાસીને વોટ્સએપ કોલથી છબીલને ભાનુશાળીની ટિકીટની માહિતી આપી. આ ટીપ્સ છબીલે વોટ્સએપ કોલથી શુટર શશીકાંત કાંબળેને આપી.
અંતે નારાયણ ફાર્મમાં રોકાયેલી શુટરોની ટીમના શશીકાંત કાંબલે, અશરફ શેખ અને રાજુ ધોત્રે ઓપરેશન ભાનુશાળીને આખરી અંજામ આપવા રવાના થઈ. શશીકાંતે પોતાનો મોબાઈલ રાજુ ધોત્રેને આપી દીધો. બાઈક પર ટ્રીપલ સવારી નીકળેલી શુટરોની ગેંગ ભૂજ ભચાઉ રોડ પર આવેલા એચ.જી.(એસ્સાર) પેટ્રેલ પંપ પર ઉભી રહી. બાઈકમાં 650 રૂપિયાનું પેટ્રોલ ભરાવીને આ સવારી સડસડાટ ભચાઉ રેલ્વે સ્ટેશન તરફ રવાના થઈ.
બીજીતરફ જ્યંતી ભાનુશાળીએ રાત્રે 9.50 વાગ્યે પોતાના ભૂજના બંગલેથી પોતાના ડ્રાઈવર સાથે કારમાં ભૂજ રેલ્વે સ્ટેશન તરફ પ્રયાણ કર્યું. જ્યંતી ભાનુશાળીને સ્વપનેય ખ્યાલ નહોતો કે આ તેમની ટ્રેનની સાથે જીંદગીની પણ આખરી સફર હશે. રાત્રે 10.05 વાગ્યે ભાનુશાળી ભૂજ રેલ્વે સ્ટેશન પહોંચી ગયા અને અંદાજે 10.15 વાગ્યે સયાજીનગરી ટ્રેન પ્લેટફોર્મ પર ગોઠવાઈ ગઈ. જ્યંતી ભાનુશાળી પોતાના એચ-16 કોચના જી કેબીનમાં 19 નંબરની સીટ પર બેસી ગયા. જતા જતા તેમણે કારના ડ્રાઈવર વસંતભાઈ રાજપુતને પણ જવા કહ્યું.
જોકે ટ્રેનને દસ મિનીટ મોડી એટલેકે 10.35 વાગ્યે ભૂજ સ્ટેશનથી લીલી ઝંડી મળતા રવાના થઈ. રાત્રે 12 વાગ્યે ટ્રેન ગાંધીધામ રેલ્વે સ્ટેશન પહોંચી. જ્યંતી ભાનુશાળી સાથે 21 નંબરની સીટ પર પવન મોર નામનો મુસાફર પ્રવાસ કરી રહ્યો હતો. અહીંથી ટ્રેન ઉપડતા જ્યંતી ભાનુશાળી અને પવન મોરેએ થોડીવાર સુધી ઔપચારિક વાચચીત કરી. બાદમાં તેમણે જી કેબિનની સ્ટોપર બંધ કરી અને પોતપોતાની સીટ પર ઉંઘી ગયા. દરમિયાન મોડી રાત્રે જ્યંતી ભાનુશાળીની ઉંઘ અચાનક ઉડી ગઈ……..
