Kulgam encounter/ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા,બે આતંકવાદીઓને કર્યા ઠાર

એન્કાઉન્ટર સ્થળ પરથી માર્યા ગયેલા આતંકવાદીઓના મૃતદેહ મેળવવામાં આવી રહ્યા છે. કોર્ડન અને સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. વધુ માહિતી આપવામાં આવશે.

Top Stories India

જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં એક એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ એન્કાઉન્ટર કુલગામના કુજ્જર વિસ્તારમાં થયું હતું.પોલીસે જણાવ્યું હતું કે અથડામણ દિવસ દરમિયાન શરૂ થઈ હતી જ્યારે સુરક્ષા દળોએ કુજ્જરમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું, જેના પર સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી.કાશ્મીર ઝોન પોલીસે ‘X’ (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કર્યું, “બે આતંકવાદીઓ માર્યા ગયા. એન્કાઉન્ટર સ્થળ પરથી માર્યા ગયેલા આતંકવાદીઓના મૃતદેહ મેળવવામાં આવી રહ્યા છે. કોર્ડન અને સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે.

પોલીસે વધુમાં જણાવ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ બાસિત અમીન ભટ્ટ અને સાકિબ અહેમદ લોન તરીકે થઈ છે. તેમની પાસેથી 02 એકે રાઈફલ અને દારૂગોળો મળી આવ્યો છે.