From PM Modi/ પીએમ મોદીનો વાઇબ્રન્ટ ગુજરાત પૂર્વેનો રોડ શો સુરક્ષાના કારણોસર બદલાયો

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વાઇબ્રન્ટ ગુજરાત પૂર્વેનો રોડ શો સુરક્ષાના કારણોસર બદલવામાં આવ્યો છે. આ રોડ શો અમદાવાદમાં યોજાનાર હતો. તેના બદલે હવે આ રોડ શો અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી યોજાશે. આમ પીએમ મોદી યુએઇના રાષ્ટ્રપતિને લઈને ગાંધીઆશ્રમ નહીં જાય. વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવનારા છે. તેથી હવે તેઓ […]

Top Stories Gandhinagar Gujarat

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વાઇબ્રન્ટ ગુજરાત પૂર્વેનો રોડ શો સુરક્ષાના કારણોસર બદલવામાં આવ્યો છે. આ રોડ શો અમદાવાદમાં યોજાનાર હતો. તેના બદલે હવે આ રોડ શો અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી યોજાશે. આમ પીએમ મોદી યુએઇના રાષ્ટ્રપતિને લઈને ગાંધીઆશ્રમ નહીં જાય. વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવનારા છે. તેથી હવે તેઓ વાઇબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમમાં જ હાજરી આપશે.

આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિરમાં આયોજિત વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. ચાર દેશોના વડા સાથે વાર્તાલાપ કરશે. બપોરે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. તેની સાથે સાંજે યુએઇના વડાને આવકારવા અમદાવાદ એરપોર્ટ જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દસ જાન્યુઆરીના રોજ સવારે લગભગ પોણા દસ વાગે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રારંભ કરાવશે. તેઓ ટોચની વૈશ્વિક કંપનીઓના સીઇઓ સાથે બેઠક યોજશે. પછી વડાપ્રધાન ગિફ્ટ સિટીની મુલાકાત લેશે, જ્યાં સાંજે લગભગ સવા પાંચ વાગે તેઓ ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમમાં અગ્રણી વ્યવસાયિકો સાથે સંવાદ કરશે.

આ વર્ષની સમિટ માટે 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદારી સંગઠનો છે. આ સિવાય પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય વાઇબ્રન્ટ ગુજરાત પ્લેટફોર્મનો ઉપયોગ પૂર્વોત્તર ક્ષેત્રમાં રોકાણની તકો પ્રદર્શિત કરવા માટે કરશે.

વાઇબ્રન્ટ સમિટમાં સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક મોબિલિટી અને રિન્યુએબલ એનર્જી તથા સસ્ટેનિબિલિટી તરફ ટ્રાન્ઝિશન જેવા વૈશ્વિક સ્તરે પ્રસ્તુત વિષયો પર સેમિનાર અને કોન્ફરન્સ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો કંપનીઓ વર્લ્ડ ક્લાસ સ્ટેટ ઓફ ધ આર્ટ ટેકનોલોજીમાંથી બનેલી પ્રોડ્કટ્સનું પ્રદર્શન કરશે. તેમા સ્ટાર્ટ-અપ્સ, ઇ-મોબિલિટી, એમએસએમઇ, બ્લૂ ઇકોનોમી, ગ્રીન એનર્જી સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર જેવા કેટલાક સેન્ટર્સ સેક્ટર્સ ટ્રેડ શોમાં સામેલ છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ