CTET Test/ CBSE સ્કૂલમાં ટીચરની જોબ્સની ભારે માંગ, 22 લાખે સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ આપી

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ)માં ટીચર્સની ભારે માંગ છે. તેમા પણ ખાસ કરીને ગુજરાતમાં ક્વોલિફાઇડ સીબીએસઇ શિક્ષકો શોધ્યા મળતા નથી. આની વચ્ચે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) સાથે સંલગ્ન શાળાઓમાં નોકરીઓ માટે સોમવારે 22 લાખ ઉમેદવારોએ સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ આપી હતી.

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ)માં ટીચર્સની ભારે માંગ છે. તેમા પણ ખાસ કરીને ગુજરાતમાં ક્વોલિફાઇડ સીબીએસઇ શિક્ષકો શોધ્યા મળતા નથી. આની વચ્ચે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) સાથે સંલગ્ન શાળાઓમાં નોકરીઓ માટે સોમવારે 22 લાખ ઉમેદવારોએ સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ આપી હતી.

બોર્ડના ડેટા દર્શાવે છે કે કસોટીના પેપર એક માટે 9.58 લાખ ઉમેદવારોએ અને પેપર બે માટે 17.35 લાખ નોંધણી કરાવી હતી. આ 27 લાખ ઉમેદવારોમાંથી 22 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ દર્શાવે છે કે સીબીએસઇમાં શિક્ષકોની માંગ કેટલી છે.

આ ટેસ્ટ દેશના 135 શહેરો અને ટાઉનમાં લેવાઈ રહી છે, જેનું સંચાલન 137 શહેર સંયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું. પેપર 1 વર્ગ 1 થી 5 માટે શિક્ષકોની નોકરીઓ માટે છે જ્યારે પેપર 2 વર્ગ 6 થી 8 શાળાઓમાં હોદ્દા માટે છે. સૂત્રોએ જણાવ્યું કે જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે ડિજીલોકર એપ દ્વારા માર્કશીટ ઉપલબ્ધ થશે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ