જૂનાગઢઃ કહેવત છે કે અતિ સર્વત્ર વર્જયેત, જૂનાગઢના કિસ્સામાં PSIનો વિડીયો વાયરલ છે. શિવરાત્રીના સમયે પૈસા ઉડાવતા પીએસઆઈનો વિડીયો વાઇરલ થયો છે. ભજનના ઉત્સાહમાં પીએસઆઇ વાય પી હડિયા ભાન ભૂલ્યા હતા.
તેમણે ભારતી આશ્રમ ખાતે ચાલતા ભજનથી ખુશ થઈને ભજનિક પર રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. આમ ભજનના ઉત્સાહમાં પીએસઆઈ ભાન ભૂલ્યા હતા. તેમણે કિર્તીદાન ગઢવીના કાર્યક્રમમાં રૂપિયાનો વરસાદ કર્યો હતો. તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
તે કદાચ ભૂલી ગયા લાગે છે કે આ રીતે રૂપિયાની છોળો ઉડાડવી તે રિઝર્વ બેન્કની નોટો અંગેની માર્ગદર્શિકાનો ભંગ થાય છે. આમ એક સરકારી કર્મચારી થઈને તેમણે નાણા અંગેની રિઝર્વ બેન્કની જોગવાઈનો ભંગ કર્યો છે. રિઝર્વ બેન્કની જોગવાઈ મુજબ નાણાનું ક્યારેય અપમાન કરી શકાતું નથી, તેને ફાડી શકાતા નથી કે તેને ફેંકી શકાતા નથી કે તેને ઉછાળી શકાતા નથી. આમ કરનારા સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. હવે પોલીસ સબ ઇન્સ્પેક્ટરે પોતે જ આ પ્રકારનું કૃત્ય કર્યુ છે ત્યારે તેની સામે ખાતાકીય કાર્યવાહી કયા પ્રકારની થાય છે તે જોવા મળશે.
આ ઉપરાંત બીજી મહત્વની વાત એ પણ છે કે પીએસઆઈ સરકારનો સામાન્ય પગારદાર હોય છે. તેની પાસે એવા તે કેટલા રૂપિયા આવ્યા હોય તો તે આ રીતે ઉડાવી શકે. બીજા શબ્દોમાં કહીએ તો આવકની તુલનાએ અપ્રમાણસર મિલકતનો પણ કેસ અહીં બને છે. હવે આ પીએસઆઈ તેમાથી કેટલું કવર કરી શકે છે અથવા આમાથી બચવા માટે કોની રાજકીય વગનો આશરો લે છે કે કયા રાજકારણીના પગે પડી જાય છે તે તો સમય જ બતાવશે.

આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
