Youth suicide/ મહેસાણાના યુવાનની સાસરીમાં આત્મહત્યા, સાસરીયાઓ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો

મહેસાણામાં ઘરકંકાસે દંપતીને ખંડિત કર્યુ છે. યુવાને સાસરીમાં જઈને આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઈ છે. મહેસાણાના ઊંઝાના ટુંડાવ ગામનો યુવાન રિસામણે ગયેલી પત્નીને તેડવા માટે ગયો હતો.

Top Stories Gujarat Others

મહેસાણાઃ મહેસાણામાં ઘરકંકાસે દંપતીને ખંડિત કર્યુ છે. યુવાને સાસરીમાં જઈને આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઈ છે. મહેસાણાના ઊંઝાના ટુંડાવ ગામનો યુવાન રિસામણે ગયેલી પત્નીને તેડવા માટે ગયો હતો. કમલેશજી ઠાકોર નામનો યુવાન રિસામણે ગયેલી પત્નીને તેડવા ગયો હતો. તે સમયે સાસરીમાં બોલાચાલી થતાં તેણે આત્મહત્યા કરી હતી. આત્મહત્યાના પગલે તેની સમગ્ર સાસરી અને કુટુંબ સ્તબ્ધ છે. કમલેશજી ઠાકોરના કુટુંબીજનોએ આ અંગે તેના સાસરીવાળાઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.

પોલીસે આત્મહત્યાનો કેસ નોંધીને કમલેશજી ઠાકોરની પત્ની અને તેના સાસરીયાઓની પૂછપરછ આરંભી છે. જો સાસરીયાઓ આ અંગે યોગ્ય કારણ રજૂ નહી કરી શકે તો આત્મહત્યાની દુષ્પ્રેરણા માટે મહેસાણા ગ્રામ્ય પોલીસ તેમની ધરપકડ કરે તેવી સંભાવના છે. પોલીસે જણાવ્યું હતુ કે રિસામણે ગયેલી પત્નીની ધરપકડની સંભાવના પણ નકારી શકાય નહી. જો કે હાલમાં તો કેસની તપાસ ચાલી રહી છે અને તેના સાસરિયાઓને કેસ ચાલે ત્યાં સુધી ગામ છોડીને ન જવા જણાવી દીધું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ