‘વારિસ પંજાબ દે’ (Waris Punjab De)ના વડા અમૃતપાલ સિંહ(Amritpal Singh)નું નામાંકન (nomination) સ્વીકારવામાં આવ્યું છે. અમૃતપાલે પંજાબની ખડુર સાહિબ લોકસભા સીટ પરથી અપક્ષ ઉમેદવાર (independent candidate) તરીકે ઉમેદવારી નોંધાવી છે. બુધવારે અમૃતપાલ સિંહનું નામાંકન ફોર્મ સ્વીકારવામાં આવ્યું છે. હાલમાં તે આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ છે. પંજાબની તમામ સીટો પર 1 જૂને મતદાન થશે. 4 જૂને મતગણતરી થશે.
અમૃતપાલ સિંહની ગયા વર્ષે એપ્રિલમાં કડક રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. અમૃતપાલ અપક્ષ તરીકે લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. નોમિનેશન ફોર્મના બે સેટ અને અન્ય પેપરવર્ક 9 મેના રોજ અમૃતપાલ દ્વારા ભરવામાં આવ્યા હતા અને તેની સહી કરવામાં આવી હતી. કેદીને 9 મેના રોજ ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલમાં તેના સમર્થક અને વકીલને મળવાની મંજૂરી આપવામાં આવી હતી.
કટ્ટરપંથી શીખ ઉપદેશક અમૃતપાલ સિંહના પિતા તરસેમ સિંહનું કહેવું છે કે અમૃતપાલ ચૂંટણી લડવા માટે ઉત્સુક ન હતો, પરંતુ ‘સંગત’ના આગ્રહથી તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો. અમૃતપાલ સિંહના વકીલે અગાઉ દાવો કર્યો હતો કે તેઓ (સિંઘ) પંજાબની ખદુર સાહિબ બેઠક પરથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડશે. ખડુર સાહિબ સીટ અમૃતપાલ સિંહના ચૂંટણી મેદાનમાં પ્રવેશ સાથે ફરી ચર્ચામાં છે.
દરમિયાન, ખડુર સાહિબ બેઠક પરથી અમૃતપાલ સિંહની ઉમેદવારીને શિરોમણી અકાલી દળ (અમૃતસર) દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે અને તેણે મતવિસ્તારમાંથી તેના ઉમેદવાર પાછા ખેંચી લીધા છે. ખડૂર સાહિબ લોકસભા બેઠક પર સંપ્રદાયનો પ્રભાવ હોવાનું માનવામાં આવે છે. તેમાં નવ વિધાનસભા મતવિસ્તાર છે – જંડિયાલા, તરનતારન, ખેમ કરણ, પટ્ટી, ખદુર સાહિબ, બાબા બકાલા, કપૂરથલા, સુલતાનપુર લોધી અને ઝીરા.
શિરોમણી અકાલી દળે પૂર્વ ધારાસભ્ય વિરસા સિંહ વલતોહાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીએ પરિવહન મંત્રી લાલજીત સિંહ ભુલ્લરને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તે જ સમયે, ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પરથી મનજીત સિંહ મન્ના મિયાંવિંડને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. કોંગ્રેસે આ બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય કુલબીર સિંહ ઝીરાને મેદાનમાં ઉતાર્યા છે.
આ પણ વાંચો: કેરળમાં હેપેટાઈટિસ વાયરસનો કહેર, 1977 કેસ નોંધાયા, થયા 12 લોકોના મોત
આ પણ વાંચો: SCનો મોટો નિર્ણય, ભ્રૂણને પણ છે જીવવાનો મૂળભૂત અધિકાર, જાણો કોર્ટે કેમ કહ્યું આવું
આ પણ વાંચો:બેગુસરાય લોકસભાના ઉમેદવાર ગિરિરાજ સિંહના કોંગ્રેસ અને મમતા બેનરજી આકરા પ્રહાર
