NEPAL/ નેપાળના ત્રિભુવન એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન પ્લેન ક્રેશ, 15 નાં મોત

15મુસાફરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા

Top Stories World

Nepal News : નેપાળમાં આજે પ્લેન ક્રેશ: નેપાળના કાઠમંડુના એરપોર્ટ પર પ્લેન ક્રેશમાં 15 મુસાફરોના મોત થયા છે. આ પ્લેન કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે પ્લેન ટેક ઓફ કરતાની સાથે જ રનવે પર જ પડી ગયું હતું. આ અકસ્માતમાં એક પાયલોટ સુરક્ષિત રીતે બચી ગયો છે.નેપાળના કાઠમંડુના ત્રિભુવન એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. આ વિમાનમાં 19 મુસાફરો હતા. અકસ્માત બાદ આમાંથી 15 મુસાફરોના મોત થયા હતા, જેમના મૃતદેહ મળી આવ્યા છે. ચાર મુસાફરોને બચાવી લેવાયા છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અકસ્માતમાં પાયલોટનો જીવ બચી ગયો છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે વિમાન નેપાળના કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું. મળતી માહિતી મુજબ, પ્લેન સૂર્યા એરલાઈન્સનું એરક્રાફ્ટ નંબર 9N – AME (CRJ 200) હતું. પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે વિમાન ટેકઓફ દરમિયાન રનવે પર લપસી ગયું હતું, જેના કારણે આ ભયાનક અકસ્માત થયો હતો. દુર્ઘટના બાદ પ્લેનમાંથી આગના ગોળા પણ નીકળતા જોવા મળ્યા હતા. અકસ્માત બાદ નેપાળના વડાપ્રધાન કેપી ઓલી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

નેપાળના કાઠમંડુના ત્રિભુવન એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. આ વિમાનમાં 19 મુસાફરો હતા. અકસ્માત બાદ આમાંથી 15 મુસાફરોના મોત થયા હતા, જેમના મૃતદેહ મળી આવ્યા છે. ચાર મુસાફરોને બચાવી લેવાયા છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અકસ્માતમાં પાયલોટનો જીવ બચી ગયો છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.કહેવામાં આવી રહ્યું છે કે વિમાન નેપાળના કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું. મળતી માહિતી મુજબ, પ્લેન સૂર્યા એરલાઈન્સનું એરક્રાફ્ટ નંબર 9N – AME (CRJ 200) હતું. પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે વિમાન ટેકઓફ દરમિયાન રનવે પર લપસી ગયું હતું, જેના કારણે આ ભયાનક અકસ્માત થયો હતો. દુર્ઘટના બાદ પ્લેનમાંથી આગના ગોળા પણ નીકળતા જોવા મળ્યા હતા. અકસ્માત બાદ નેપાળના વડાપ્રધાન કેપી ઓલી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

પ્લેન દુર્ઘટનાની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં જોવા મળી રહ્યું છે કે પ્લેનમાંથી આગની ઉંચી જ્વાળાઓ નીકળી રહી છે. દુર્ઘટનાને કારણે ત્રિભુવન એરપોર્ટ પર વિમાનોની અવરજવરને અસર થઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જો બાઈડેન અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડે, આ ઉમેદવારને આપ્યું સમર્થન

આ પણ વાંચો:કમલા હેરિસ માટે કેટલી સરળ રહેશે ચૂંટણી જીતવી, જાણો કોણ છે હરીફો…….

આ પણ વાંચો:શું વિશ્વનો વિનાશ થઈ જશે? ભવિષ્યવેત્તા નોસ્ટ્રાડેમસની 6 ડરામણી ભવિષ્યવાણીઓ