food poisoning/ એપોલો હેલ્થ યુનિ.ના 70થી વધુ વિદ્યાર્થીઓ બન્યા ફૂડ પોઇઝનિંગનો ભોગ

આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં આવેલી એપોલો હેલ્થ યુનિવર્સિટીના 70 વિદ્યાર્થીઓને 21 ઓગસ્ટના રોજ ફૂડ પોઈઝનિંગના ગંભીર કેસ પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ, જેમાં ઘણાની હાલત ગંભીર છે, તેમને ચિત્તૂર સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

India Breaking News

Chittur: આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં આવેલી એપોલો હેલ્થ યુનિવર્સિટીના 70 વિદ્યાર્થીઓને 21 ઓગસ્ટના રોજ ફૂડ પોઈઝનિંગના ગંભીર કેસ પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ, જેમાં ઘણાની હાલત ગંભીર છે, તેમને ચિત્તૂર સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. IANS ના વિડિયો ફૂટેજ દર્શાવે છે કે ડોકટરો અસરગ્રસ્ત વિદ્યાર્થીઓની તાત્કાલિક સારવાર કરી રહ્યા છે. આ ઘટનાથી સંસ્થામાં ખાદ્ય સુરક્ષા અંગે ચિંતા વધી છે. YSRCP ચીફ જગનમોહન રેડ્ડીએ આઘાત વ્યક્ત કર્યો છે. આના પગલે દેશની અગ્રણી યુનિ.માં સ્થાન પામતી એપોલોમાં આપવામાં આવતા ફૂડ અંગેની ચિંતા વધી છે.

 

આ પહેલા દરેક સીઝનમાં ફૂડ પોઇઝનિંગનો કિસ્સો આવ્યા વગર રહેતો નથી. આ પહેલા આ વર્ષે ફેબ્રુઆરીમાં અમદાવાદમાં  લગ્ન પ્રસંગનો જમણવાર જાનૈયાઓને ભારે પડ્યો. લગ્નપ્રસંગમાં જમણવાર બાદ પરત જઈ રહેલા જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયાની ઘટના સામે આવી છે. વરરાજા અને કન્યા સહિત અનેક લોકોને ફૂડ પોઈઝનિંગ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમદાવાદથી રાજપીપળા જઈ રહેલ જાનૈયાઓને નડિયાદના ટોલ બુથ પાસે કેટલાક લોકોને ઉલટીઓ થવા લાગતા બસ રોકવી પડી હતી. નડિયાદના ટોલ બુથ પાસે બસ રોકી તાત્કાલિક 108ની ટીમો બોલાવવામાં આવી હતી.

વિશાલા લેન્ડપાર્ક હોટલમાં યોજાયેલ લગ્ન સમારોહમાં નિકોલના કન્યા પક્ષ અને રાજપીપળાના વરપક્ષ બંને પક્ષના સભ્યોએ ભોજન આરોગ્યું હતું. લગ્ન પ્રસંગની તમામ વિધિ પતાવીને જ્યારે વરપક્ષ પોતાના કુટુંબીજનો સાથે રાજપીપળા પરત ફરતા હતા ત્યારે થોડા સમય બાદ અચાનક વારાફરથી લોકોને ઉલટીઓ થવા લાગી. રાજપીપળા જઈ રહેલ જાનૈયાઓથી ભરેલ બસમાં મોટાભાગના લોકોની તબિયત લથડતા વડોદરાના એક્સપ્રેસ હાઈવે પરના નડિયાદ ટોલ બૂથ પાસે બસ ઉભી રાખવામાં આવી. અને ત્યાં 108 એમ્બ્યુલન્સની મદદથી જાનૈયાઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ગંભીર હાલતમાં રહેલ જાનૈયાઓને LG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જ્યાં હોસ્પિટલ સત્તાવાળાઓએ તમામને ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બેંકમાં નોકરી મેળવવા માંગતા યુવાનો માટે ખુશ ખબર! ઇન્ડિયન બેંકમાં કરાશે LBOની ભરતી

આ પણ વાંચો: લેટરલ એન્ટ્રીથી ભરતી મામલે વિવાદ બાદ કેન્દ્રએ જાહેરાત રદ કરી, PM મોદીની UPSCને સલાહ

આ પણ વાંચો: SBIએ કરી આ મોટી જાહેરાત… કરોડો ગ્રાહકોને થશે અસર, લોન લેવી મોંઘી થશે