Dwarka News/ દ્વારકામાં 24 કલાકમાં 18 ઇંચથી વધુ વરસાદ

દ્વારકામાં 24 કલાકમાં 18 ઇંચથી વધુ વરસાદ ખાબકતા બધુ જળબંબાકાર થઈ ગયું છે. દ્વારકામાં ત્રણ દિવસથી સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. જામખંભાળિયા પંથકમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના પગલે તમામ નદીનાળાઓ બે કાંઠે થઈ રહ્યા છે. ઘી નદી ભયજનક સપાટીએ પહોંચી છે.

Gujarat Top Stories Others Breaking News

Devbhumi Dwarka: દ્વારકામાં 24 કલાકમાં 18 ઇંચથી વધુ વરસાદ ખાબકતા બધુ જળબંબાકાર થઈ ગયું છે. દ્વારકામાં ત્રણ દિવસથી સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. જામખંભાળિયા પંથકમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના પગલે તમામ નદીનાળાઓ બે કાંઠે થઈ રહ્યા છે. ઘી નદી ભયજનક સપાટીએ પહોંચી છે.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર એલર્ટ છે. જિલ્લાની બધી સ્કૂલોમાં રજા જાહેર કરાઈ છે. ધોધમાર વરસાદના પગલે જનજીવન અસરગ્રસ્ત છે. ખંભાળિયામાં 18 ઈંચ, જામનગરમાં 15.2 ઈંચ, જામજોધપુરમાં 13 ઈંચ, લાલપુરમાં 12.75 ઈંચ, રાણાવાવમાં 11.5 ઈંચ, કાલાવડમાં 11.18 ઈંચ, લોધિકા અને ભાણવડમાં 10.5 ઈંચ, કોટડા સંગાણીમાં 10.2 ઈંચ, પોરબંદરમાં 9.9 અને દ્વારકામાં 9.8 ઈંચ વરસાદ ખાબક્યો છે.

આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટમાં અતિથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, દેવભૂમિ દ્વારકા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા છે.

ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ (Red Alert) આપવામાં આવ્યું હતું. આજે કચ્છ અને સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો અન્ય ભાગોમાં ઓરેન્જ એલર્ટ (Orange Alert) આપવામાં આવ્યું છે. 12 જિલ્લાઓ કચ્છ, મોરબી, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. ગુજરાત વહીવટી તંત્ર સુરક્ષા બચાવ માટે એલર્ટ થઈ ગયું છે.

વડોદરામાં પૂરની પરિસ્થિતિ યથાવત છે. માંજલપુર, વડસર અને કલાલીમાં પાણી ભરાયા છે. કલાલીમાં હોસ્પિટલમાં પાણી ભરાયાં છે. હોસ્પિટલના ICUમાંથી દર્દીઓને રેસ્ક્યુ કરાયા છે. સ્ટ્રેચરમાં દર્દીઓને રેસ્ક્યુ કરી લઇ જવાયા છે. વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરાયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દસાડા તાલુકામાં અનરાધાર વરસાદે સર્જી તારાજી

આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદ અને પૂરથી અત્યાર સુધીમાં 99ના મોત, હજારોનું સ્થળાંતર

આ પણ વાંચો:ગુજરાત બન્યું આસામ, 33માંથી 28 જિલ્લામાં હાઇ એલર્ટ