Ahmedabad News: ગુજરાતમાં આજથી સ્ટાઈપેન્ડમાં (Stipend) ઓછો વધારો થતાં જૂનિયર તબીબો (Junior Doctor) હડતાળ (Strike) પર ઉતર્યા છે. રાજ્યમાં 6000 તબીબો ઈમરજન્સી સેવાથી પણ અળગા રહી વિરોધ નોંધાવશે. જેથી હજારો દર્દીઓને સારવાર લેવામાં મુશ્કેલીઓ ઊભી થશે.
ગુજરાત સરકારે 9 જુલાઈએ સ્ટાઈપેન્ડમાં 40 ટકાનો વધારો કરવાનું વચન આપ્યું હતુ, જોકે, શનિવારે સરકારે સ્ટાઈપેન્ડમાં 20 ટકાનો વધારો કરતા ગઈકાલે સરકારને હડતાળ પર ઉતરવાની ચીમકી આપી હતી. અનુસંધાને જુનિયર ડોક્ટર્સ એસોસિએશન (Junior Doctors Association) આજથી હડતાળ પર ઉતર્યુ છે. રાજ્યમાં તબીબોનું આ અમાનવીય વર્તન લોકો ગણી રહ્યા છે. સાથે દેશમાં દેશમાં સૌથી વધુ ગુજરાતમાં સ્ટાઇપેન્ડ અપાતું હોવાનો દાવો પર કરવામાં આવી રહ્યો છે.

રાજ્ય સરકારે સ્ટાઈપેન્ડમાં વધારો કર્યો એ 2021માં જારી કરાયેલા પરિપત્ર મુજબ આગામી 5 વર્ષ સુધી સ્ટાઈપેન્ડમાં વધારો નહીં કરવાના લેખિતમાં આદેશ કરાયા છે. જેથી તબીબો નારાજ થયા છે. ગુજરાતમાં ઇન્ટર્ન અને રેસીડન્ટ તબીબોને અપાતું સ્ટાઈપેન્ડ ટેક્સ ફ્રી છે, જ્યારે આ રેસિડન્ટ તબીબોને ભણાવતા પ્રોફેસરના પગાર ઉપર પણ ટેક્સ લાગે છે. રેસીડેન્ટ ડોક્ટરોને એક લાખ રૂપિયાથી વધુની રકમનું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. તેમાં પણ સરકારે 20%નો વધારો કરીને રૂપિયા 1 લાખ 30 હજાર સુધીનું કર્યું છે. દેશમાં અનેક રાજ્યોમાં 40 હજારથી 70 હજાર સ્ટાઈપેન્ડની સામે ગુજરાતમાં રેસીડેન્ટ તબીબોને અપાતું સ્ટાઈપેન્ડ એક લાખ રૂપિયાથી પણ વધુ છે.

અમદાવાદ શહેરની બી. જે. મેડિકલ સહિત રાજ્યની અન્ય મેડિકલ કોલેજોના કુલ 8000 તબીબો હડતાળ પર ઉતરી જવાની ચીમકી આપી હતી. જેથી આજથી જુનિયર તબીબો અને રેસીડેન્ટ તબીબો (Resident Doctors) અનિશ્ચિત મુદત પર હડતાળ પર ડોક્ટર ઉતરશે. હડતાળના પગલે ઇમરજન્સી સેવાઓથી પણ તમામ તબીબો વંચિત રહેશે. સાથે અમદાવાદ સિવિલમાં વર્ગ 4ના કર્મીઓ પણ હડતાળ ઉતર્યા છે. પગાર સ્લીપિંગ, જોઈનિંગ લેટર, પગાર ભથ્થાની માગને લઈને દરરોજ પડતી સમસ્યાને લઈ સામનો કરવો પડતો હોઈ તેમણે પણ વિરોધ નોંધાવ્યો છે અને હડતાળ પર ઉતર્યા છે.
નવા સ્ટાઈપેન્ડના દર અનુસાર મેડિકલ ઈન્ટર્નને 21,840, ડેન્ટલમાં 20,160, ફીઝિયોથેરાપીમાં 13,440 સ્ટાઈપેન્ડ મળશે. પ્રથમ વર્ષના તબીબોને 100800 બીજા વર્ષમાં 102480, ત્રીજા વર્ષમાં 134400 સ્ટાઈપેન્ડ ચૂકવાશે. મેડિકલ રેસિડેન્ટ ડિપ્લોમાને પ્રથમ વર્ષમાં 75,600 અને બીજા વર્ષમાં 82,320 સ્ટાઈપેન્ડ ચૂકવાશે. તો GMERS મેડિકલ કોલેજના અનુસ્નાતક જૂનિયર અને સીનિયર રેસિડેન્ટ તબીબોને પ્રથમ વર્ષે 100800, બીજા વર્ષમાં 102480, ત્રીજા વર્ષે 105000 સ્ટાઈપેન્ડ મળશે, જેથી તબીબોએ વિરોધ કર્યો છે.
આ પણ વાંચો:રાજ્યના ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબો માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
આ પણ વાંચો:રાજ્યનું જુનિયર ડોક્ટર્સ એસોસિયેશન સ્ટાઇપેન્ડમાં 20 ટકા વધારાથી અસંતુષ્ટ
આ પણ વાંચો:રાજ્ય આરોગ્ય સેવાઓ માટે એકસાથે ૧૧૧૦ જેટલા તબીબો ઉપલબ્ધ થયા
