Rajasthan News/ ઉત્તરપ્રદેશ બાદ રાજસ્થાનમાં પણ ટ્રેન પલટી મારવાનું કાવતરું, ટ્રેક પર પથ્થરો

યુપીના કાનપુર બાદ હવે રાજસ્થાનમાં પણ ટ્રેનને પલટી મારવાના કાવતરાનો મામલો સામે આવ્યો છે. રાજસ્થાનના અજમેરમાં રેલવે ટ્રેક પર સિમેન્ટના વિશાળ બ્લોક્સ મળી આવ્યા છે.

Top Stories India

Rajasthan News: યુપીના કાનપુર બાદ હવે રાજસ્થાનમાં પણ ટ્રેનને પલટી મારવાના કાવતરાનો મામલો સામે આવ્યો છે. રાજસ્થાનના અજમેરમાં રેલવે ટ્રેક પર સિમેન્ટના વિશાળ બ્લોક્સ મળી આવ્યા છે. આ પત્થરો ટ્રેનને ઉથલાવી દેવા માટે ટ્રેક પર મૂકવામાં આવ્યા હતા. જોકે, સદ્નસીબે ટ્રેનનું એન્જિન સિમેન્ટ બ્લોક તોડીને આગળ વધી ગયું હતું.

Hero Image

જણાવી દઈએ કે ઉત્તરપ્રદેશના કાનુપરમાં ટ્રેન ઉડાવી દેવા કાવતરું કરાયું હોવાની શંકા છે. કાનપુરના બિલ્હૌરમાં રેલ્વે ટ્રેક પર એલપીજી સિલિન્ડર મૂકીને કાલિંદી એક્સપ્રેસને ઉડાવી દેવાનું અને આગ લગાડવાનું ષડયંત્ર બહાર આવ્યું છે. આ એક સુનિયોજિત કાવતરું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે અત્યાર સુધીમાં 14 શકમંદોની અટકાયત કરી છે. ATS અને NIAની ટીમ પણ આ કેસની તપાસ કરી રહી છે.

કાલિંદી એક્સપ્રેસ રવિવારે રાત્રે બિલહૌર નજીક કાનપુર-કાસગંજ રેલ્વે ટ્રેક પર રાખવામાં આવેલા એલપીજી સિલિન્ડર સાથે અથડાઈ જવાના મામલામાં તપાસ એજન્સીઓને મહત્વપૂર્ણ સંકેતો મળ્યા છે. અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે ટ્રેકને ઉડાવી દેવા અને ટ્રેનને આગ લગાડવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

Ujjain News conspiracy behind train accident failed on western railway Ratlam division ANN | Ujjain News: उज्जैन में रेल दुर्घटना को अंजाम देने की साजिश नाकाम, वक्त रहते पटरियों से हटाए गए

પોલીસ સૂત્રો આતંકવાદી ષડયંત્રની શક્યતાને નકારી રહ્યા નથી. આરપીએફ પણ આ દિશામાં તપાસ કરી રહી છે. ઘટના સમયે નજીકની કબરમાં કેટલાક લોકો હાજર હતા. સોમવારે એટીએસ અને આઈબીની ટીમની સાથે એનઆઈએની ટીમે પણ તપાસ હાથ ધરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: યુપી બાદ હવે ગુજરાતમાં ટ્રેન અકસ્માત, માલગાડી પાટા પરથી ઉતરી, મુંબઈ-અમદાવાદ રેલવે ટ્રેકને અસર

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળના ન્યુ જલપાઈગુડીમાં ટ્રેન અકસ્માતમાં 5 લોકોના મોત, 20થી વધુ લોકો ગંભીરપણે ઘાયલ

આ પણ વાંચો: બાંકુરામાં મોટો ટ્રેન અકસ્માત, 2 માલગાડીઓ સામસામે અથડાઈ, 6 ડબ્બા પાટા પરથી ઉતર્યા, ડ્રાઈવર ઘાયલ