Ahmedabad News : અમદાવાદના રખિયાલમાં મેમો ન ફાડવા માટે રૂ.200 ની લાંચ લેતા ટીઆરબીના જવાનની એન્ટી કરપ્શન બ્યુરો(એસીબી)એ ધરપકડ કરી છે. આ બનાવની વિગત મુજબ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાંપોલીસ, હોમગાર્ડ અને ટીઆરબીના જવાનો વાહનો અટકાવીને લાયસન્સ, પીયુસી, રોંગ સાઈડ, નો પાર્કિંગ અને ઓવર લોડિંગ જેવા વિવિધ બહાના હેઠળ રૂ.100થી લઈને રૂ.3,000 ની લાંચ માંગતા હોવાની ફરિયાદો પોલીસને મળી હતી.
જેને આધારે એસીબીની ટીમે રખિયાલ ચાર રસ્તા, ટ્રાફિક પોઈન્ટ પાસે છટકુ ગોઠવ્યું હતું. જેમાં મેમો ન ફાડવા બદલ રૂ.200 ની લાંચ માંગનારાએચ ટ્રાફિક પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા ટીઆરબીના જવાન વિશાલ એસ.પટણીની એસીબીના અધિકારીઓે ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રૂ.633 કરોડના ખર્ચે નિર્મિત જુથ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરાશે
આ પણ વાંચો: ગુજરાત સરકારે ખેડૂતોના પાયાના પ્રશ્નો પાણી અને વીજળી માટે કરી આ મોટી જાહેરાત
આ પણ વાંચો: બનાસકાંઠામાં રૂ.241.34 કરોડની સિપુ જૂથ યોજનાનું મુખ્યમંત્રીએ કર્યું ખાતમૂર્હત
