Anand/ આણંદમાં સગીરા પર સામુહિક દુષ્કર્મનો પ્રયાસ

ખડીપુરા પ્રાથમિક શાળામાં સગીરા પર દુષ્કર્મનો પ્રયાસ

Top Stories Gujarat Others

Anand News  : આણંદમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મના પ્રયાસને પગલે ચકચાર મચી છે. વડોદરામાં સામબહિક બળાત્કારના બનાવની શાહ સુકાઈ નથી ત્યાં આણંદમાં આ પ્રકારનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ છે. નવરાત્રીના ચોથા નોરતે સામૂહિક દુષ્કર્મના પ્રયાસનો બનાવ બન્યો હતો. આ બનાવ ખડીપુરા પ્રાથમિક શાળામાં બન્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જેમાં સગીરાને નશો કરાવીને દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જોકે સગીરાએ શારીરિક અડપલાથતા બુમાબુમ કરી મુકી હતી. સગીરાએ બુમો પાડતા ડરના માર્યા આરોપીઓ ભાગી ગયા હતા. આ અંગે સગીરાએ પરિવારને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસને ઘટનાની જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજીતરફ સગીરાને સારવાર અને મેડિકલ તપાસ માટે વડોદરા મોકલવામાં આવી હતી.

થોડા દિવસ પહેલા નવરાત્રીમાં જ વ઼ડોદરાના ભાયલીમાં યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આરોપીઓની ધરપકડ કરીને કેસ ઉકેલી નાંખ્યો હતો.બનાવને પગલે DYSP, CPI અને પોલીસ ટીમો તપાસમાં લાગી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નવરાત્રિને લવરાત્રિ કહેનારા સ્વામીનો બચાવ, મેં ફક્ત ખરાબ નજરવાળા લોકો પર વ્યંગ કર્યો

આ પણ વાંચો: નવરાત્રિમાં ગમે ત્યારે વરસાદી ઝાપટું પડશે, વાવાઝોડાની પણ શક્યતા

આ પણ વાંચો: નવરાત્રિમાં રમાય છે ગરબા અને દાંડિયા, શું છે બંને વચ્ચેનો તફાવત, ચાલો જાણીએ