IND vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને 113 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામેની સીરીઝ પણ હારી ગઈ છે. આ સાથે ન્યુઝીલેન્ડે 12 વર્ષ બાદ ઘરઆંગણે ભારતને હરાવ્યું. ભારતના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી (Virat Kohli) હજુ સુધી આ શ્રેણીમાં પોતાના નામ પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી. આજે કોહલી આઉટ થયો ત્યારથી જ ગુસ્સામાં દેખાઈ રહ્યો હતો. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વિરાટ કોહલી બીજી ઈનિંગમાં સાવધાનીપૂર્વક બેટિંગ કરી રહ્યો હતો પરંતુ સેન્ટનરે ફરી એકવાર તેને રિકવર થવાની તક આપી ન હતી. 30મી ઓવરનો છેલ્લો બોલ વિરાટ કોહલીના પેડ પર વાગ્યો અને અમ્પાયરે તેને આઉટ આપ્યો. અમ્પાયરે તેને આઉટ આપ્યા બાદ કોહલીએ ડીઆરનો ઉપયોગ કર્યો હતો. ડીઆરએસમાં બોલ વિકેટને સ્પર્શતો જોવા મળ્યો હતો. જે બાદ વિરાટને વિશ્વાસ જ ન આવ્યો.
Virat Kohli was so disappointed and angry the way he got out today at Pune.🥺
– THIS IS HEARTBREAKING..!!! 💔pic.twitter.com/5SJ33TTLFu
— Tanuj (@ImTanujSingh) October 26, 2024
આ રીતે આઉટ થયા બાદ વિરાટ ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો. ડ્રેસિંગ રૂમમાં જતી વખતે વિરાટનો ગુસ્સો વધુ વધી ગયો અને તેણે પોતાનું બેટ આઇસ બોક્સ પર જોરથી માર્યું. જે બાદ તેનું બેટ થોડું તૂટેલું દેખાયું. તેણે તેના બેટ તરફ જોયું અને પછી તેના ડ્રેસિંગ રૂમમાં ચાલ્યો ગયો. છેલ્લા કેટલાક સમયથી વિરાટનું પ્રદર્શન સારું નથી રહ્યું. આ સીરીઝમાં વિરાટ એવી ભૂલો કરી રહ્યો છે જેના પર તે વિશ્વાસ પણ કરી શકતો નથી. વિરાટની નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી છે કે હવે તેની તરફ પણ આંગળીઓ ઉઠવા લાગી છે.
ન્યૂઝીલેન્ડે આ મેચ 113 રને જીતી
ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં 259 રન બનાવ્યા હતા અને ભારતને પ્રથમ દાવમાં 156 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ન્યુઝીલેન્ડે બીજા દાવમાં 255 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા માટે 359 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ ભારતીય ટીમ બીજા દાવમાં 245 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચની બીજી ઇનિંગમાં વિરાટ કોહલી 17 રન બનાવીને આઉટ થયો હતો.
આ પણ વાંચો:વિરાટ કોહલીને નુકશાન, પંત પણ નીકળી ગયો આગળ, ICC રેન્કિંગમાં ઉથલપાથલ
આ પણ વાંચો:વિરાટ કોહલી અને સરફરાઝની ફિફ્ટી સાથે ટીમ ઇન્ડિયાનો વળતો પ્રહાર, ન્યુઝીલેન્ડ પાસે 125 રનની લીડ
આ પણ વાંચો:વિરાટ કોહલીએ વધુ એક નવો માઈલસ્ટોન સ્પર્શ કર્યો, આમ કરનાર ચોથો ભારતીય બેટ્સમેન
