કરાકસઃ PM નરેંદ્ર મોદી દ્વારા 8 નવેમ્બરે ભારતમાં નોટબંધીનું એલાન કર્યા બાદ બીજે એક દેશ દ્વારા પણ નોટબંધીની જાહેરાત કરવામાં આવી છે. વેનેજુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ દેશમાં દેશમાં સૌથી મોટી નોટ એટલે કે 100 બોલિવરની નોટ બંધ કરવાની જાહેરાત કરી છે. 100 બોલિવરની એક નોટ બરાબર ભારતના 6 રૂપિયા અને 80 પૈસા થાય છે.
વેનેજુએલાના રાષ્ટ્રપતિએ આ જાહેરાત રોકડ ચલણી નોટોની જમાખોરી કરતા માફિયાઓને નિષ્ફળ બનાવવા માટે કરી છે. આ જાહેરાત રવિવારે કરવામાં આવી હતી. આર્થિક સંકટ અને વિશ્વની સૌથી વધુ મોધવારી સહન કરી રહેલ વેનેજુએલાની સરકારે નવી નોટ અને નવા સિક્કા બહાર પાડવાની તૈયાર કરી લીધી છે. તેનું મૂલ્ય અત્યારે ઉપલબ્ધ ચલણ કરતા લલભગ 200 ગણુ વધુ હશે
