નવી દિલ્હીઃ યૂપીએ સરકારમાં કેંદ્રીય મંત્રી રહેલ ત્રણ નેતાઓના પુત્રો ખાનગી બેકમાંથી મોટી માત્રમાં રોકડ રમક ઉપાડતા હોવાના CCTV ફુટેજ ઇંટેલિજેન્સ બ્યુરોના હાથ લાગ્યો છે. આ નેતાના પુત્રો નવી દિલ્હીની પ્રાઇવેટ બેંકના સીસીટીવી ફુટેજમાં મોટી રકમ કાઢતા નજર પડી રહ્યા છે. આ અંગેની જાણકારી આયકર વિભાગને આપી દેવામાં આવી છે.
નોટબંધી બાદ ઇન્કમટેક્સ વિભાગ અને રાજ્યની પોલીસ મળીને દરેક શંકાસ્પદ જગ્યાએ રેડ કરીને મોટી માત્રમાં કાળુનાણું ઝડપી રહ્યા છે. જેમાં મોટી માત્રમાં નવી કરન્સી જમા કરવામાં આવી રહી છે.