રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 25 વર્ષના વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી છે. ગિરનાર બોયઝ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો છે. આપઘાતનું કારણ અંકબંધ છે. આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

