Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પિતાએ અભ્યાસનો ઠપકો આપવા પર યુવતીએ આત્મહત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો. ધોરણ-12માં અભ્યાસ કરતી પુત્રીને પિતાએ બપોરે સૂઈ જવાને બદલે અભ્યાસ કરવાનું કહેતા માઠું લાગ્યુ અને અંતિમ પગલું ભર્યું. પુત્રીના આ પગલાંથી પિતા સહિત પરીવાર ઘેરા આઘાતમાં છે. આજકાલ બાળકો ક્યારે શું કરી બેસશે તે કહેવું મુશ્કેલ બન્યું છે. માતાપિતા દ્વારા તેમને ટોકવામાં આવે અથવા તો કોઈ બાબતે રોકવામાં આવે તો તેઓ દુઃખી થઈ જાય છે. ગાઝિયાબાદમાં પણ અભ્યાસને લઈને પિતાના ઠપકો બાદ એક યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની પોલીસે માહિતી આપી હતી.

ભણવાને બદલે સૂઈ જવા માટે ઠપકો આપ્યો
પોલીસે કહ્યું કે પિતાના ઠપકાથી યુવતીએ ગુસ્સે થઈ આવું પગલું ભર્યું. 17 વર્ષની છોકરીએ શુક્રવારે કથિત રીતે આત્મહત્યા કરી હતી, એસીપી ઈન્દ્રપુરમ સ્વતંત્ર કુમાર સિંહે જણાવ્યું કે કાજલ સિંહ 12મા ધોરણની વિદ્યાર્થીની હતી. ACPએ કહ્યું કે તેના પિતાએ તેને ભણવાને બદલે બપોરે સૂવા માટે ઠપકો આપ્યો હતો.
અભ્યાસ માટે ઠપકો આપતા નારાજ થઈને તેણે પંખા સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ACPએ જણાવ્યું કે જ્યારે જયવીર સિંહે તેમની પુત્રીને લટકતી જોઈ, ત્યારે તેઓ તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. ACPએ જણાવ્યું કે વધુ તપાસ ચાલી રહી છે.

મહારાષ્ટ્ર પણ બન્યો હતો આવો કિસ્સો
નોંધનીય છે કે તાજેતરમાં મહારાષ્ટ્રના થાણેથી પણ આવી જ એક ઘટના સામે આવી હતી . અહીં, માતાની ઠપકોથી પરેશાન થઈને ઘરેથી નીકળેલી 15 વર્ષની બાળકી નવ દિવસ પછી ગટરમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે યુવતીની માતાએ તેને મોબાઈલ ફોન પર વધુ સમય વિતાવવા માટે ઠપકો આપ્યો હતો , જેના કારણે તે ઘર છોડીને ચાલી ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, યુવતી અહીંના ડોમ્બિવલી વિસ્તારમાં તેના પરિવાર સાથે રહેતી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, 5 ડિસેમ્બરે તેની માતાએ તેને મોબાઈલ ફોન પર વધુ સમય ન પસાર કરવા અને તેના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું. વિષ્ણુ નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે બાદમાં યુવતી ગુસ્સામાં ઘર છોડીને બહાર નીકળી ગઈ હતી.
આ પણ વાંચો:મનમોહન સિંહના સંસ્કાર-સ્મારક માટે જગ્યાની માંગ,ખડગેએ કેન્દ્ર સરકાર સાથે કરી વાત
આ પણ વાંચો:ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના નિધન પર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક
