sports news/ સિડનીમાં ભારતની જીતથી પણ સમસ્યા હલ નહીં થાય ? ટીમ ઈન્ડિયા WTC ફાઇનલમાં પહોંચી શકશે ?

મેલબોર્નમાં મળેલી હારથી ભારતીય ટીમની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની આશાને મોટો ફટકો પડ્યો છે. સિડનીમાં જીતની સાથે સાથે રોહિતની સેનાને નસીબના સાથની પણ જરૂર પડશે.

India Trending Sports

Sports News : મેલબોર્નમાં મળેલી હાર સાથે ભારતીય ટીમનો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. એક હારથી ટીમ ઈન્ડિયાનું સમીકરણ ખરાબ થઈ ગયું છે. રોહિતની સેનાએ હવે બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં માત્ર એક મેચ રમવાની છે, જે સિડનીમાં યોજાવાની છે. જો કે સિડનીમાં મળેલી જીત પણ ટીમ ઈન્ડિયાને ડબલ્યુટીસી ફાઇનલમાં ટિકિટ નહીં અપાવી શકે. ભારતને સિડનીમાં જીતની સાથે નસીબની પણ જરૂર પડશે.

https://twitter.com/ImTanujSingh/status/1873751740220318201?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1873751740220318201%7Ctwgr%5E1e648f2d2e963c105e141a88f81b3a37997e4628%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fhindi.news24online.com%2Fvideos%2Fteam-india-wtc-final-scenario-after-defeat-in-ind-vs-aus-4th-test-sri-lanka%2F1010088%2F

સિડનીમાં જીત નોંધાવવાની સાથે ટીમ ઈન્ડિયાએ પ્રાર્થના પણ કરવી પડશે કે શ્રીલંકા ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ શ્રેણીમાં હરાવે. ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકા સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. ભારતના દૃષ્ટિકોણથી એ મહત્વનું છે કે શ્રીલંકા કાંગારુ ટીમને 2-0થી હરાવવા અથવા 1-0થી શ્રેણી જીતવામાં સફળ રહે છે. એટલે કે સિડનીમાં જીતની સાથે ટીમ ઈન્ડિયાને શ્રીલંકાના સમર્થનની પણ જરૂર પડશે. જો આ સમીકરણ બંધબેસશે તો રોહિતની ટીમ સતત ત્રીજી વખત WTC ફાઇનલમાં પહોંચશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: AUS vs IND: વિરાટ-કોન્સ્ટાસ વિવાદમાં નવો વળાંક, દંડ લાગતાં જ આવ્યો નવો ટ્વિસ્ટ

આ પણ વાંચો: IND vs AUS: નીતિશ કુમાર રેડ્ડીએ ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી, મેલબોર્નમાં ઐતિહાસિક ઇનિંગ ફટકાર્યા બાદ કઈ રીતે ઉજવણી કરી

આ પણ વાંચો: IND vs AUS: યશસ્વી સાથે અપ્રમાણિકતા! ગાવસ્કર-પઠાણે થર્ડ અમ્પાયરને ફટકાર લગાવી, મેલબોર્ન સ્ટેડિયમ ચીટર-ચીટરથી ગુંજી ઉઠ્યું